Western Times News

Gujarati News

પરિવાર લગ્નપ્રસંગે ગયો અને ઘરમાં તસ્કરો ત્રાટક્યાઃસાડા પાંચ લાખના ઘરેણાંની ચોરી

સૈજપુરની સોસાયટીમાં બનેલી ઘટના

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાંક વખતથી ઘરફોડ ચોરી કરતી ગેંગે ત્રાસ વર્તાવ્યો છે. બંધ મકાનોના તાળા તોડી આ ગેંગ ઘરેલા અને રોકડની ચોરી કરતી હોઈ લોકો પોતાનું ઘર છોડીને જતાં પણ ભયની લાગણી અનુભવી રહ્યા છે. આ પ્રકારની એક ઘટના કૃષ્ણનગરના સૈજપુર ખાતે બનવા પામી છે. તસ્કર ટોળકી એક મકાનના તાળા તોડી આશરે રૂ.સાડા પાંચ લાખની કિંમતના સોનાના ઘરેણાની ચોરી કરતા પોલીસે ગુનો દાખલ કરી સઘત તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ અંગેની વિગતો એવી છે કે કૃષ્ણનગર વિસ્તારમાં સૈજપુર બોઘા ખાતે આવેલી પ્રેમનગર સોસાયટીના ડી-૮ નંબરના મકાનમાં રહેતા વનરાજભાઈ સૈજાણી તેમના પરિવાર સાથે નજીકના સગાને તથા લગ્નપ્રસંગે ે ગયા હતા.

એ દરમ્યાન તા.ર૯-પ-૧૯ થી તા.૧૪-૬-૧૯ દરમ્યાન આ સોસાયટીમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી. તસ્કરોએ ડી/૮ નંબરના મકાનને ટાર્ગેટ બનાવ્યુ હતુ. આ મકાનનું તાળું તોડી રાત્રી દરમ્યાન તસ્કરો ઘરમાં ઘુસ્યા હતા. અને બેડરૂમમાં તિજારીનું લોક કટરથી તોડી તસ્કરો આશરે રૂ.સાડા પાંચ લાખની કિંમતના સોનાના ઘરેણાં ચોરી કરી ફરાર થઈગયા હતા.

જ્યારે લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત ફર્યા ત્યારે તિજારી અને ઘરના માલસામાન વેરવિખેર જાવા મળતા ઘરમાં ચોરી થઈ હોવાનું જણાયુ હતુ. આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસ તંત્ર સ્કવોડની મદદથી સઘન તપાસ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી તસ્કરોના કોઈ સગડ મળ્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.