Western Times News

Gujarati News

સાબરકાંઠા જિલ્લામાં ડ્રગ્સ મામલે ૯ આરોપીની ધરપકડ

હિમતનગર, સાબરકાંઠા જિલ્લામાં ડ્રગ્સ મામલે SOG ને મળી મોટી સફળતા. MD ડ્રગ્સ સાથે નવ આરોપીઓની ધરપકડ કરીને કુલ ૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ૧૦ સામે NDPS એક્ટ હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. તો ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

હાલમાં યુવાધન અને અન્ય લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે. ત્યારે માદક પ્રદાર્થ એમડી ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે અને રાજ્ય પરના માદર્થ પદાર્થ મોફાડ્રોન વેચાણકર્તા અને લેનારની તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા પોલીસ પણ આ મામલે સતર્ક બની ડ્રગ્સની હેરાફેરી કરનારની શોધખોળ હાથ કરી છે. રાત્રી દરમિયાન બાતમીના આધારે સબજેલ આગળથી બે ઈસમો વાહન લઈને જુની સિવિલથી મહેતાપુરા જઈ રહ્યા હતા.

એસઓજીની ટીમ દ્રારા જીલ્લા જેલના મુખ્ય ગેટ આગળ જ કોર્ડન કરી ડ્યુએટ પર બેસેલ બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ચાલકના ખિસ્સામાંથી માદક પદાર્થ મેફાડ્રોન ૩૫ ગ્રામનો જથ્થો મળી આવેલ જેની કિંમતી ૩,૫૦,૦૦૦ છે. તો ડીજીટલ વજન કાંટો પણ મળી આવ્યો હતો. ર્જીંય્ એ આરોપીઓની આકરી પુછપરછ કરતા હિમતનગરના સાત સહીત આઠ આરોપીઓના નામો ખુલ્યા હતા.

SOGએ ઝડપેલ આરોપીઓ પાસે ૩૫ ગ્રામ ડ્રગ્સ સાથે બે ડીજીટલ ઈલેક્ટ્રીક વજન કાંટા, ત્રણ મોબાઈલ, અને એક હિરો કંપનીનું ડ્યુએટ પણ કબજે લઈને કુલ મળી ૪ લાખ ૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપેલ આરોપીઓની આકરી પુછપરછ કરતા અન્ય આઠ આરોપીઓના નામ ખુલ્યા હતા જે પૈકી ૯ જેટલા આરોપીઓને એસઓજીએ ઝડપી પાડ્યા છે, તો રાજસ્થાનના કોટડા છાવણીના એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ડ્યુએટ પર ઝડપાયેલા બે આરોપીઓ પૂછપરછ દરમિયાન કબુલ કર્યું હતું કે, હિંમતનગરના ચાંદનગરમાં રહેતા લાલા કુરેશી તથા રાજસ્થાનના કોટડા છાવણી ખાતે રહેતા સમુનખાન પઠાણે હિંમતનગરમાં વેચાણ માટે આપેલ હતો.

હિમતનગરમાં જુદા-જુદા ગ્રાહકો સોહિલ મોડાસીયા, નજફ સૈયફ, ટીલુબાપુ, શ્રીપાલસિંહ રાઠોડ, સૌરભ સુથાર, તથા અબ્રાર અહેમદે મંગાવ્યો હતો. હાલ તો પોલીસે આ તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સનો કાળો કારોબાર કરનાર સામે હાલ તો પોલીસે લાલ આંખ કરી છે.

જેને લઈને ર્જીંય્ ને પણ એક મોટી સફળતા મળતા ૯ જેટલા આરોપી ઝડપી પાડ્યા છે. વધુ તપાસ હાથ ધરી છે કે આ આરોપીઓ અન્ય કોઈ ગુન્હામાં સંડાવેલ છે કે કેમ તો આ ઉપરાંત અન્ય આરોપીઓ પણ સંડોવાયેલ છે કે નહિ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.