શનિવાર અને રવિવારે રદ કરાયેલી અમદાવાદ મંડળની ટ્રેનો ફરી શરૂ થઈ
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળના પરિચાલનના કારણોસર કેટલીક ટ્રેનો ને 28 ઓગસ્ટ 2022 સુધી શનિવાર, રવિવારના રોજ રદ કરવામાં આવી હતી. જે યાત્રીઓના હિતમાં તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1. .ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
2. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
3. ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ
4. ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ
5. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
6. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
7. ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ પેસેન્જર સ્પેશિયલ
8. ટ્રેન નંબર 09484 પાટણ – મહેસાણા પેસેન્જર સ્પેશિયલ