૪ ડિપ્લોમા/૫ ડિગ્રી એન્જિનિયરીંગ સહિત ૯ કોલેજો નો-એડમીશન ઝોનમાં
અમદાવાદ, ડીગ્રી ડિપ્લોમાં કોલેજાેમાં વિધાર્થીઓના અભ્યાસ બાબતે ચાલતી લાલીયાવાડી સામે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એક્શન મોડમાં આવી છે. જીટીયુ (ય્ેં) દ્વારા સંલગ્ન ૪૩૫ કોલેજાે પાસેથી ઓનલાઈન સેલ્ફ ડિસ્ક્લોઝર મંગાવવામાં આવ્યું હતું.
જેમાં લેબોરેટરીથી માંડીને અધ્યાપકો, પ્રિન્સિપાલ અને સ્ટાફની અછત ધરાવનાર કોલેજાે સામે કાર્યવાહી કરવામાં આવી છે. ૪ ડિપ્લોમાં અને ૫ ડિગ્રી એન્જિનિયરીંગ સહિત કુલ ૯ કોલેજાેને નો-એડમીશન ઝોનમાં મૂકાઈ છે. જ્યારે ૩૮ કોલેજની વિવિધ વિદ્યાશાખાની ૪૭૭૫ બેઠકમાં ઘટાડો કરાયો છે.
ગુણવત્તાયુક્ત ટેક્નિકલ શિક્ષણ માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દરેક સ્તરે ખરી ઉતરી છે. જેના પાયામાં જીટીયુ દ્વારા સંલગ્ન તમામ સંસ્થામાં કરવામાં આવતાં એકેડમીક ઈન્સ્પેક્શન જેવા મહત્વના પરિબળો કાર્યરત છે. હાલમાં જ જીટીયુ દ્વારા સંલગ્ન ૪૩૫ કૉલેજાે પાસેથી ઓનલાઈન સેલ્ફ ડિસ્ક્લોઝર મંગાવવામાં આવ્યું હતું.
જેની ખરાઈ પછી ૨૮૦ સંલગ્ન કોલેજમાં શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા તજજ્ઞો દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી ૩૮ કોલેજમાં ફેકલ્ટીઝ અને લેબોરેટરીઝની ઉણપ અને કેટલીક સંસ્થામાં છેલ્લા ૩ વર્ષથી ડાયરેક્ટર કે પ્રિન્સિપાલની જગ્યા ખાલી હોય તેની સામે ધરાધોરણ મુજબ પગલાં ભરવામાં આવ્યા છે.
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેક્નિકલ શિક્ષણમાં કોઈપણ પ્રકારની ઉણપ ના રહી જાય તે અર્થે જીટીયુ અને એઆઈસીટીઈના ધરાધોરણ મુજબ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવું જરૂરી છે. એકેડેમિક ઈન્સ્પેક્શનથી શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે.
જીટીયુ દ્વારા કરવામાં આવેલી ૨૮૦ સંસ્થાના એકેડમીક ઈન્સ્પેક્શનમાંથી કુલ ૩૮ કોલેજની સીટ્સ ઘટાડવામાં આવેલી છે. જેમાંથી ડિગ્રી એન્જિનિયરીંગ વિદ્યાશાખાની ૧૫ કોલેજની ૧૨૯૫ સીટ્સ, ડિપ્લોમાં એન્જિનિયરીંગની ૧૮ કોલેજમાં ૩૩૦૦, ફાર્મસીની ૧ કૉલેજની ૬૦ સીટ્સ તથા એમબીએ અને એમસીએની અનુક્રમે ૩ અને ૧ કોલેજની કુલ ૬૦ , ૬૦ સીટ્સમાં ધટાડો કરવામાં આવ્યો છે.
આમ તમામ વિદ્યાશાખાની મળીને કુલ ૩૮ કોલેજની ૪૭૭૫ સીટ્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જીટીયુ દ્વારા આ બાબતની જાણ એસીપીસીને પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત એકેડમીક ઈન્સ્પેક્શનમાં જીટીયુના ધરાધોરણો પર ખરી ના ઉતરેલી ડિપ્લોમાં એન્જિનિયરીંગની ૪ અને ડિગ્રી એન્જિનિયરીંગની ૫ કૉલેજાે મળીને કુલ ૯ કૉલેજાેને જીટીયુ દ્વારા નો-એડમીશન ઝોનમાં મૂકવામાં આવી છે.SS1MS