Western Times News

Gujarati News

ઝારખંડમાં બે મહિલાની હત્યા બદલ 19 મહિલાઓને ઉમરકેદ

ગુમલા (ઝારખંડ), દેશ ડિઝીટલ યુગમાં પ્રવેશી ગયો છે તેમ છતાં મહિલાને ડાકણ માનીને હત્યા કરવાના બનાવો બનતા રહે છે. આવો જ એક બનાવ વર્ષ 2013માં બન્યો હતો. જેમાં ગુમલામાં બે મહિલાની ડાકણ માનીને હત્યા કરાઈ હતી. In Gumla- Jharkhand 19 women were sentenced to life imprisonment for the witch-bisahi- the dreadful crime was executed.

આ કેસમાં હત્યામાં જવાબદાર 19 મહિલાઓને ઉમરકેદની સજા ગુમલા સિવિલ કોર્ટે ફટકારી છે. આ અંગેની વિગત એવી છે કે ગામમાં એક યુવકનું મોત થયા બાદ બેઠક બોલાવાઈ હતી.

જેમાં ગામની બે મહિલા બેરજનિયા અને અંગનીસિયાને પણ બોલાવાઈ હતી. જ્યાં આ બન્ને મહિલાને ડાકણ જણાવી લાઠી-દંડાથી માર મારીને હત્યા કરાઇ હતી. બન્ને મહિલાઓ વારંવાર કહી રહી હતી કે તે નિર્દોષ છે તેમ છતાં માર મારનાર મહિલાઓએ તેની એકપણ વાત સાંભળી નહોતી. બાદમાં લાઠી દંડાના મારથી બન્ને મહિલાની હત્યા કરાઈ હતી.

બેરજનિયાની પુત્રી સેલેસ્ટીને આરોપીઓ સામે હત્યાનો કેસ દાખલ કર્યો હતો. આ હત્યાકાંડ મામલે અદાલતે ગઇકાલે 19 મહિલાઓને દોષી ઠેરવી ઉમરકેદની સજા ફટકારી હતી. અને બધી મહિલાઓને 25-25 હજારનો દંડ ફટકાર્યો હતો અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજાનો હુકમ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.