મહેમદાવાદ રેલ્વે પોલીસના બે કર્મચારીઓ ઉપર કરેલ હુમલાના આરોપીઓ ઝડપાયા
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નાયબ પોલીસ મહાનિરીક્ષક , ( રેલ્વેઝ ) ગુ.રા.અમદાવાદ તથા પોલીસ અધિક્ષક , રાજેશ પરમાર પ.રે.વડોદરાનાઓ દ્વારા નડીયાદ રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ – એ ગુ.ર.નં .૦૨૧૬ / ૨૦૨૨ ઇપીકો કલમ ૩૦૭,૩૩૩,૩૩૭,૧૨૦ ( બી ) ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૫૦૪,૫૨૬
( ૨ ) પબ્લીક પ્રોપર્ટી એક્ટ કલમ -૪,૫ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજીસ્ટર થવા પામેલ જે ગુનામા સંડોવાયેલ આરોપીઓને શોધી પકડી પાડવા ખાસ સુચના આપેલ જે મુજબ ઉપરી અધિકારી ઓ તરફથી મળેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ,
એમ.એ.ચૌધરી સા.પ.રે.વડોદરા વિભાગ વડોદરાનાઓની સુચના મુજબ પો.ઇન્સ. ઉત્સવ બારોટ સા.એલ.સી.બી , પશ્ચિમ રેલવે વડોદરા નાઓએ આપેલ માર્ગદર્શન મુજબ પો.સ.ઇન્સ . એમ.વી.રબારી સા.નાઓ તથા એલ.સી.બી. તથા એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ માણસો તથા નડીયાદ રેલ્વે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ – અલગ ટીમો બનાવી
હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સ્ટાફની મદદથી આ ગુનામાં સંડોવાયેલ આરોપી નામે ( ૧ ) સાહિલ ઉર્ફે દિવાન સઓફ નજીરભાઇ ગકુરભાઇ જાતે – દિવાન ઉ.વ .૨૪ ધંધો મજુરી રહે.ભોલાપોળ સાંઇબાબાના મંદિરની સામેની ગલી મહેમદાવાદ જી.ખેડા
( ૨ ) સાગર સાઓફ બિપીનભાઇ જાતે – પરમાર ઉ.વ .૨૫ ધંધો – નોકરી રહે . પૃથ્વી કોમલેક્ષની બાજુમાં જુની જીમ ની બાજુમા મહેમદાવાદ જી.ખેડા ( ૩ ) કિશનભાઇ સાઓફ રવીભાઇ જાતે ઠાકોર ઉ.વ .૨૨ ધંધી – મજુરી રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ ન .૧૭૭ નાની મહેમદાવાદ જી.ખેડા
( ૪ ) દેવ ઉર્ફે રઇશ સાઓફ અરવિંદભાઇ જાતે – તળપદા ઉ.વ .૧૮ ધંધો – મજુરી રહે.ભોઇવાડા મહેમદાવાદ જી.ખેડાવાળાઓને ગુનામાં વપરાયેલ પલ્સર મોટર સાઇકલ તથા એક્સેસ ટુ – વ્હિલર તેમજ બે ધારદાર રામપુરી ચપ્પા સાથે તા .૦૩ / ૦૮ / ૨૦૨૨ ના રોજ પકડી પાડી આગળની વધુ કાર્યવાહી અર્થે નડીયાદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે .