ભારત વિશ્વ માટે ડેરી બની શકે છેઃ ડો. સોઢી
આણંદ, ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનની વર્લ્ડ ડેરી સમિટ ર૦રર આગામી સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં યોજાનાર છે. આ સમિટમાં વિશ્વના ૪૦ દેશમાંથી ડેરી ઉદ્યોગ સાથે જાેડાયેલા નિષ્ણાંતો, પ્રોફેશનલ્સ, પશુપાલકો ભાગ લઈ રહ્યા છે, ત્યારે આ સમિટ ભારતના ખેડૂતો અને ડેરી ઉદ્યોગ જ નહી.
પરંતુ પોલિસી મેકર્સ, પોલિટીકલ લીડરશીપ અને વર્લ્ડની ડેરી ઈન્ડસ્ટ્રીઝને ખાતરી થઈ જશે કે ભારત વિશ્વ માટે ડેરી બની શકે છે. ડેરી માટે કંઈ શીખવા કે જાણવા માટે તમામની નજર ભારત પણ રહેશે. એમ અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેકટર ડો.આર.એસ. સોઢીએ જણાવ્યું હતું. India can become dairy for the world: Dr. Sodhi
અમૂલ અને નંદિની ઈન્ટરનેશનલ્સ ડેરી ફેડરેશનની વર્લ્ડ ડેરી સમિટ ર૦રરના મુખ્ય પ્રયોજક અને એનડીડીબીની સહાયક કંપની મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રા.લિ.ને સહયોગીની ભૂમિકા નિભાવશે.
ડેરી ફોર ન્યુટ્રિશન એન્ડ લાઈવલિહુડ થીમ હેઠળ વર્લ્ડ ડેરી સમિટ ૧રથી ૧પ સપ્ટેમ્બર ર૦રર દરમિયાન નવી દિલ્હી- એનસીઆરના ગ્રેટર નોઈડામાં આવેલ ઈન્ડિયા એકસ્પો સેન્ટર એન્ડ માર્ટમાં યોજાશે. એનડીડીબીના ચેરમેન અને ઈન્ડિયન નેશનલ કમિટી ઓફ આઈડીએફના સભ્ય સચિવ મીનેશ શાહે જણાવ્યું હતું કે,
૪૮ વર્ષ બાદ વર્લ્ડ ડેરી સમિટનું આયોજન કરવું એ ભારત માટે ખરેખર ગર્વની વાત છે. અમે તમામ હિતધારકોને ભારતની મુલાકાત લેવા માટે આવકારવા અને આઈડીએફ ડબ્લ્યુડીએસ ર૦રરને સાચા અર્થમાં એક વૈશ્વિક કાર્યક્રમ બનાવવા માટે ખૂબ જ ઉત્સુક છીએ.
ડેરીઉદ્યોગ સમગ્ર વિશ્વમાં મોટા ડેરી ફાર્મ તેમજ સ્મોલહોલ્ડર સિસ્ટમો મારફતે લાખો લોકોને આજીવિકા અને આર્થિક સ્થિતિ સ્થાપકતા પુરા પાડે છે. અમૂલ, નંદિની અને મધર ડેરી જેવી ડેરીઓના સંપૂર્ણ સમર્થનને પગલે ભારતનું સ્મોલહોલ્ડર ડેરીનું મોડલ સાચા અર્થમાં વિકાસનું એન્જિન છે. તે સમગ્ર વિશ્વ સમક્ષ રજુ કરી શકાશે.