નેહરુ યુવા કેન્દ્ર નડિયાદ દ્વારા હર ઘર તિરંગા સ્વચ્છતા પખવાડા કાર્યક્રમ ઉજવાશે
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ભારત સરકાર ના યુવા કાર્યક્રમ હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર નડિયાદ ની કાર્યાલય દ્વારા આજ રોજ સ્વચ્છ પખવાડા તેમજ હર ઘર તિરંગા કાર્યક્રમ નો ઉદઘાટન કાર્યક્રમ નેહરુ યુવા કેન્દ્ર નડિયાદ કચેરી ખાતે યોજાયો .
જેમાં સરદાર પટેલ ભવન ની આજુબાજુ ની સાફ – સફાઈ કરવામાં આવી કાર્યક્રમ માં નેહરુ યુવા કેન્દ્ર નડિયાદ સાથે જાેડાયેલ યુવા કર્મી મિત્રો તેમજ યુવક મંડળ ના ૫૦ જેટલા યુવાન / યુવતીઓ ભાગ લીધો હતો.
સદર કાર્યક્રમ મહેશ રાઠવા , જીલા યુવા અધિકારી , સંજય પટેલ તેમજ નટવરસિંહ સોઢાપરમાર યુવા કાર્યકર હાજર રહ્યા હતા. રાઠવા સાહેબે જણાવ્યું કે સદર કાર્યક્રમ ૧ થી લઇ ૧૫ ઓગસ્ટ સુધી સમગ્ર જીલ્લા માં સરકારશ્રીના વિવિધ વિભાગો , ચ્છિક સંસ્થાઓ ,
ગ્રામ પંચાયત ના સહયોગ થી સ્વચ્છ પખવાડા તેમજ હર ઘર તિરંગા કાર્યક્રમ ચલાવવામાં આવશે.જેમાં મુખ્યત્વે ગામ તાલુકા લેવેલે જાહેર જગ્યાઓ ની સફાઈ , સ્ટેચ્યુ.આરોગ્ય કેન્દ્રો , શાળાઓ જેવી જગ્યાઓ ની સફાઈ કરવામાં આવશે.સાથે હાલ માં માનનીય દેશ ના લોકલાડીલા પ્રધાનમંત્રી નો હર ઘર તિરંગા કાર્યક્રમ નો પણ પ્રચાર – પ્રસાર કરવામાં આવશે
સંજય પટેલ દ્વારા જણાવ્યું હતું કે દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના સ્વચ્છ ભારત ના સપના ને સાકાર કરવા એક જન ભાગીદારી થી આ હર ઘર તિરંગા કાર્યક્રમ છેવાડા ના માણસ સુધી પહોચે અને સાચા અર્થ માં સપનું સાકાર થાય અને યુવાનો નાગરિકો માં દેશભક્તિ ની ભાવના પેદા થાય બનતા પ્રયાસ કરવા યુવાનો ને પ્રોત્સાહિત કર્યા હતા.