આરોગ્ય ટીમે જાેખમી પ્રસુતિ સફળતાપૂર્વક કરી બાળકનો જીવ બચાવ્યો
(પ્રતિનિધિ) દાહોદ, દાહોદના રાબડાલ ખાતેના હેલ્થ અને વેલનેશ સેંન્ટર દ્વારા માતાની જાેખમી પ્રસુતિને સફળતાપૂર્વક કરી બાળકને નવજીવન બક્ષયું છે. જેના માટે અહીંના આરોગ્યકર્મીઓએ ખૂબ જહેમત સાથે પ્રસુતિ બાદ બાળક હિલચાલ ના કરતા તેને લાઈફ સેવીગ પ્રોસીઝર અનુસરીને કટોકટીમાંથી બચાવી લીધો હતો.
દાહોદનાં મુવાલિયા ખાતે સગર્ભા માતા જેઓને બે દિવસ પહેલા એક ખાનગી દવાખાનામાં બતાવવા ગયા હતા. જેમાં તપાસમાં જણાવવામાં આવ્યું કે બાળક ઊંધુ છે. સામાન્ય રીતે બાળક જન્મ સમયે માથું બહાર આવતું હોય છે.
પણ આ બાળક થાપાનાં ભાગે હતું. સગર્ભા માતા પ્રથમ વખત માતા બનેલ હોઇ માતા તેમજ બાળક માટે જાેખમી હતું. ખાનગી દવાખાનામાં જણાવવામાં આવ્યુ કે જાે બાળક ચત્તુ થઇ જાય તો નોર્મલ પ્રસુતિ થશે. બાકી ઓપરેશન થકી બાળકને ઉપર લેવું પડશે.
સગર્ભા મહીલાને તેમના સગા વહાલાઓ તેમને હેલ્થ એન્ડ વેલનેશ સેંન્ટર રાબડાલ ખાતે લાવ્યા હતા. ત્યાં એન.પી.એમ તરીકે ફરજ બજાવતા પ્રદીપ ભાઇ પંચાલ એ સગર્ભા માતાનો સોનોગ્રાફી રીપોર્ટનો અભ્યાસ કર્યો. જેમાં બાળક અને માતાની બર્થ કેનાલનાં ડાયામિટર ક્રોસ ચેક કર્યુ.
ત્યારબાદ સગર્ભા માતાના કુટુંબી જનોને માતા અને બાળકની પરિસ્થિતિ વિશે વાકેફ કર્યાં અને માતા તેમજ પરીવારજનોની સંમતિ લઈને માતાને અલ્ટરનેટીવ બર્થિગ પોઝિશન વિશે સમજાવ્યા ત્યારબાદ માતાનું નજીકનું અવલોકન કરી બપોરે ૩ઃ૩૨ કલાકે પ્રસુતિ કરી.
પ્રસુતિ સમયે પોતાના અનુભવથી સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી પણ પ્રસુતિ બાદ બાળકની કોઇ હિલચાલ જણાઇ નહીં. ત્યારે પ્રદીપ પંચાલ અને ખિલન પ્રજાપતિ એ લાઇફ સેવિંગ પ્રોસિજર કર્યું અને બાળકને સ્થિર કરી તેને મોતના મુખમાંથી ઉગારી લીધું હતું.
અને બાળકને વધુ સારવાર માટે ૧૦૮ દ્રારા ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યું. હાલ બાળક સ્વસ્થ હોઇ તેને નિયંત્રણ હેઠળ રાખવામાં આવ્યુ છે. માતા અને તેમનાં સગાઓ જાેડે વાત કરતા તેમને હેલ્થ એંન્ડ વેલનેશ સેંન્ટર રાબડાલની ઉત્તમ સેવાઓથી ખુશ થયા હતા. તેમને સમયસર પ્રસુતિની સારવાર મળવા બદલ હેલ્થ અને વેલનેશ સેંન્ટર, રાબડાલ તેમજ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.