GTUને ‘ગોલ્ડ મેડલ’ માટે શ્રી હરિઓમ સત્સંગ મંડળે ૩ લાખનું દાન આપ્યું
અમદાવાદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને ‘ગોલ્ડ મેડલ’ માટે શ્રી હરિઓમ સત્સંગ મંડળ દ્વારા ૩ લાખ રૂપિયાનું દાન આપીને પૂજ્ય મોટા ના ‘જીવન આદર્શો’ને ઉજાગર કર્યા!
જીટીયુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડો. નવીનભાઈ શેઠ કુલ સચીવ કે. એન. ખેર તથા શ્રી હરિ ઓમ સત્સંગ મંડળના અગ્રણી નીતિનભાઈ રામી, રજનીભાઈ પટેલ, મનસુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા!
ગુજરાતના મહાન આધ્યાત્મિક સંત પૂજ્ય શ્રી મોટાએ સુંદર રીતે કહ્યું છે કે “બીજા માણસના ‘દિલ’ જીતી લેનાર માણસ નસીબદાર ગણાય છે, પરંતુ જેણે પોતાની જીતને જીતી લીધી છે તેના જેવો નસીબદાર બીજાે કોઈ નથી”!! જ્યારે થોમસ આલ્વા એડિસન નામના તત્વચિંતકએ કહ્યું છે કે
“પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું પરમેશ્વર માટે અશક્ય થયું એટલે તેણે માતાનું સર્જન કર્યું”!! પૂજ્ય મોટાએ શૈક્ષણિક મૂલ્યોના સમર્થક હતા, તેમના આદર્શને પ્રોત્સાહિત કરી મહાન પરંપરા જાળવવાના મહાન હેતુ સાથે શ્રી હરિ ઓમ સત્સંગ મંડળ દ્વારા
અમદાવાદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા ઉચ્ચ શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને પદવીદાન સમારંભ દરમિયાન ‘ગોલ્ડ મેડલ’ એનાયત કરીને સન્માન આપવામાં આવે છે આ જ્ઞાનરૂપી યજ્ઞમાં સહભાગી થવા ગોલ્ડ મેટલ માટે રૂપિયા ત્રણ લાખનું દાન ફાળવ્યું છે!
જેમાંથી એમ ફાર્માસ્યુટિકલ એનાલિસિસ માં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ આપશે પૂજ્ય મોટા ના આધ્યાત્મિક માતૃશ્રી પ્રભાબાની યાદમાં આ મેડલ એનાયત કરાશે શ્રી હરિઓમ સત્સંગ મંડળના અમાનત મંત્રી શ્રી નીતિનભાઈ રામી, સંયુક્ત મંત્રી શ્રી રજનીભાઈ પટેલ, તેમજ ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ પટેલના હસ્તે આદાન અપાયું હતું.
આ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રોફેસર ડો. શ્રી નવીનભાઈ શેઠ અને કુલપતિ હરિઓમ સત્સંગ મંડળ નો તેમજ ઉપસ્થિત મહાનુભાવનો યોગદાન બદલ આભારની સંવેદના અભિવ્યક્ત કરી હતી. (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)