અમદાવાદ ટોકીઝ OTT પ્લેટફોર્મ Buzzflix Entertainments પર નવી હિન્દી વેબ સિરીઝ સ્ટ્રીમ કરશે
અમદાવાદ: પ્રોડક્શન હાઉસ અમદાવાદ ટોકીઝ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ Buzzflix એન્ટરટેઇનમેન્ટ્સ– ઓટીટી પર પરિવાર માટે નવી હિન્દી વેબ સિરીઝનું ખૂબ જ ટૂંક સમયમાં સ્ટ્રીમિંગ શરૂ કરાશે.
Buzzflixના માલિક શ્રી સમીર શેનોય અને શ્રી રાકેશ ઠાકુરે જણાવ્યું કે… “આ વેબ સિરીઝમાં વિજય બદલાણી અને મનમીત કૌર મુખ્ય મુખ્ય કલાકારો છે, જેમાં રોમાન્સ, ડ્રામા, રહસ્ય અને એક્શનના તમામ ફ્લેવર હશે. આ વેબ સિરીઝમાં પીઢ કલાકારો નિસર્ગ ત્રિવેદી અને રાજેશ પુરી ઉપરાંત લોકપ્રિય કલાકારો ખુશ્બુ જાની અને ધવલ મોદી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે,”
“આ વેબ સિરીઝનું અમદાવાદમાં અલગ-અલગ લોકેશન પર શૂટિંગ શરૂ થઈ ગયું છે. વેબ સિરીઝની સ્ટોરી ઓફિસ રોમાંસની આસપાસ ફરે છે, પરંતુ સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે. અમને વિશ્વાસ છે કે દર્શકોને આ સિરીઝ સાથે પ્રેમ થઇ જશે,” એવુ વેબ સિરીઝના પ્રોડ્યુસર હિમાંશુ ઉત્તમચંદાનીએ જણાવ્યું હતું.
વિવિઘ પ્રકારના રોલ ભજવીને પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવનાર વિજય બદલાણી આ વેબ સિરીઝમાં રાહુલની ભૂમિકા ભજવી રહ્યા છે.
તો મનમીત કૌર સુહાનાની ભૂમિકા ભજવી રહ્યા છે, જે 26 વર્ષની બબલી ગર્લ છે, જેનું મન ખૂબ જ સારું છે. તે સહકર્મીઓમાં બહુ જ પોપ્યુલર છે અને સહકર્મીઓ સાથે સારો સંબંધ ધરાવે છે,“ એવું Buzzflixના સીઈઓ શ્રી પ્રવરસેન કે યેસામ્બરેએ જણાવ્યું હતું…
વેબ સિરીઝના ડિરેક્ટર રાજ વર્માએ જણાવ્યુ કે, “આ સ્ટોરી રાહુલ અને સુહાનાના પ્રોફેશનલ અને પર્સનલ લાઇફની આસપાસ ફરે છે, પરંતુ તેમાં ઘણા બધા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે જે દર્શકોને જકડી રાખશે. અમને વિશ્વાસ છે કે દર્શકો સ્ટોરી અને કેરેક્ટર સાથે ગાઢ સંબંધ બાંધી શકશે.” આ વેઝ સિરીઝનું નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.