ગુજરાત રાજ્યની ૨૦ નદીઓ પ્રદૂષિતની યાદીમાં સામેલ થઈ
અમદાવાદ, ગુજરાતમાં ૨૦ નદીઓ પ્રદૂષિતની યાદીમાં આવી છે. જેમાં નર્મદા અને સાબરમતી નદીનો પણ સમાવેશ થાય છે. દેશના જે રાજ્યોમાં સૌથી વધુ નદી પ્રદૂષિત હોય તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.
આ અંગેનો એક રિપોર્ટ લોકસભામાં વિગતો રજૂ કરવામાં આવ્યો છે. જે પ્રમાણે, સાબરમતીમાં ખેરોડથી વૌઠા, વિશ્વામિત્રીથી આસોદધાદર, ભાદર નદીમાં જેતલપુર ગામથી સારણ ગામ નદીનો પટ્ટો પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. નદીઓને સ્વચ્છ કરવા માટે જાે હવે પણ તંત્ર ન જાગ્યું તો પરિસ્થિતિ વધારે વણસી શકે છે.
તજજ્ઞો પ્રમાણે, રાજ્યમાં નદીઓ પ્રદૂષિત થવા માટે ઉદ્યોગો મુખ્યત્વે જવાબદાર છે. નદીઓમાં પ્રદૂષણ ફેલાવતા ઐદ્યોગિક એકમો સામે કડકમાં કડક પગલાં લેવા જાેઇએ તો જ નદીઓને સ્વચ્છ કરી શકાશે.
નોંધનીય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ બન્યા બાદ ગંદા પાણીને શુદ્ધ કરવા માટે વર્ષે અંદાજે ૮૫ લાખનો ખર્ચ થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે અગાઉ ૪૮૦ કરોડ જેટલી માતબર રકમ ફાળવી હતી. તેને કારણે ભૂતકાળમાં સાબરમતીમાં ભરાયેલું પાણી ખાલી કરીને તેમાં સફાઇ કરવામાં આવી હતી. જાે કે, માંડ થોડો સમય પસાર થાય છે ત્યાં નદીમાં લીલ અને જળકુંભી એ હદે છવાઈ જાય છે કે પાણી પણ જાેઈ શકાતું નથી.SS1MS