સરદાર સરોવર ડેમ ૮૦% ભરાયો પાછલા વર્ષ કરતા ૭૦% વધુ પાણી
અમદાવાદ, ગુજરાતમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. રાજ્યનો નર્મદા નદી પર બનેલો સૌથી મોટો સરદાર સરોવર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેની સાથે ડેમ ૭૯.૬૩% ભરાઈ ગયો છે, હાલ ડેમમાં ૭,૫૩૨.૯૦ MLD પાણી ભરાયેલું છે. ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના લીધે ૬૯,૬૦૭ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, સારી આવક થતા ડેમની સપાટી ૧૨૩.૪૯ મીટર પહોંચી ગઈ છે, એટલે કે તે ડેમની કુલ ઊંચાઈ કરતા માત્ર ૬.૪ મીટર જ ઓછું છે.
૨૮ જુલાઈ ના રોજ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો હતો તેમાં ડેમની સપાટી ૧૩૦.૮૬ મીટરે પહોંચી હતી, અને ત્યારે પાણીનો જથ્થો ૭,૧૧૯.૫૯ MLD હતો. આ પછી એક જ અઠવાડિયાની અંદર ડેમમાં ૪૦૦ સ્ઝ્રસ્ પાણીની આવક થઈ હતી.
પાછલા વર્ષે ૪ ઓગસ્ટના રોજ સરદાર સરોવર ડેમમાં ૪,૪૧૬.૬૫ સ્ઝ્રસ્ પાણીનો જથ્થો હતો. જે ચાલુ વર્ષે એ જ તારીખે નોંધવામાં આવેલા જથ્થા કરતા ૩,૧૧૬.૨૫ MLD ઓછું હતું. અધિકારીએ જણાવ્યું કે સરકાર સરોવર ડેમમાં આ વર્ષે પાછલા વર્ષ કરતા ૭૦.૫% વધુ પાણી છે.
જળ સંસાધન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરુવાર સુધામા રાજ્યના ૨૦૭ મુખ્ય જળાશયોમાં સરેરાશ જળસ્તર ૬૮.૦૩% હતું. વધુમાં જણાવવામાં આવ્યું છે કે ૩૩ જળાશયો એવા છે કે જે સંપૂર્ણ ભરાઈ ગયા છે. જ્યારે ૪૮ જળાશયો એવા છે કે જે તેની સંપૂર્ણ ક્ષમતાના ૭૦થી ૧૦૦% વચ્ચે ભરેલા છે.
સરદાર સરોવર સિવાયના ૨૦૬ જળાશયોનો સંયુક્ત જળસંગ્રહ ૧૭,૧૮૭ થાય છે. વધુમાં જણાવાયું કે, ગયા વર્ષે આ જ સમયે, આ ૨૦૬ ડેમ ૧૧,૯૯૯ હતા. હજુ પણ ૩૮ જળાશયો એવા છે કે જે ૨૫% થી ૫૦% ભરેલા છે અને ૫૨ ૨૫% થી ઓછા ભરેલા છે. ગુરુવારે થયેલા વરસાદ બાદ જે ૩૩ ડેમ ભરાઈ ગયા છે તેમને એલર્ટ પર મુકવામાં આવ્યા છે.
જળ સંસાધન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચિંતાજનક મુદ્દો એ છે કે ઉત્તર ગુજરાત ૧૫ ડેમમાં જળસંગ્રહનું સ્તર માત્ર ૨૭.૨૪% જ છે. ગુરુવારે આ ડેમોમાં પાણીનું સંગ્રહ ૫૨૬.૬૨ સ્ઝ્રસ્ હતું જે પાછલા વર્ષે ૪ ઓગસ્ટના રોજ ૪૭૨.૯૩ હતું.
વાત રાજ્યના અન્ય ભાગોની કરીએ તો મધ્ય ગુજરાતના ૧૭ ડેમો તેમની સંગ્રહ ક્ષમતાના ૪૪. ૧૯% છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ૫૫. ૫૪%, કચ્છમાં ૭૦. ૧૭% અને દક્ષિણ ગુજરાતના ૭૪. ૫૩% છે.SS1MS