Western Times News

Gujarati News

રાષ્ટ્રપતિને આઝાદીના અમૃત મહોત્સવની શુભકામના વિદ્યાર્થીઓએ પોસ્ટકાર્ડ લખી પાઠવી

Bharuch student wrote postcard to president

પુસ્તકો પણ આપણાં દેશની આઝાદીના લડવૈયા હતા અને તેઓ મૌન રહી મોહનને પ્રેરિત કરતાં રહ્યા અને મોહન સૌને.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, અત્યારે સોશ્યલ મીડિયા જે રીતે કોઈ પણ ઘટના અને અહેવાલ મિનિટોમાં લોકો સુધી પહોંચતો કરી દે છે તેવું જ્યારે આપણે આઝાદી માટે લડી રહ્યા હતા ત્યારે ન હોતું. ત્યારે નાના નાના અખબારો, પુસ્તકો, ચોપનિયા જ આઝાદીની ચેતના જગાવવાનું કામ કરતાં હતા.

એમાં પુસ્તકો અને સ્થાનિક અખબારોનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો અને તેથી પણ કહી શકાય કે આપણી આઝાદીના સંઘર્ષમાં પુસ્તકોનું પણ એટલું જ યોગદાન રહ્યું છે અને એ આઝાદીને ઉન્નત મુકામે લઈ જવામાં પણ રહેશે.
પુસ્તકો વ્યક્તિની વિચારસરણીને જ અસર નથી કરતાં પણ એને મઠારીને સમૃદ્દ કરે છે જેથી વ્યક્તિ યોગ્ય માર્ગ અપનાવી એ તરફ પ્રગતિને પામવા માટે પ્રયત્ન કરે છે.

પોસ્ટકાર્ડ તે સમયે ખૂબ જ ઉપયોગી માધ્યમ હતું. આજે ભલે નવી પેઢી એના ઉપયોગથી અપરિચિત હોય પણ જેઓ આ પોસ્ટકાર્ડનું મહત્વ જાણે છે તેઓને મન એ સંદેશો પહોંચાડનાર દેવદૂતનું કામ કરતાં હતા અને એનો જો ઉપયોગ ચાલુ રાખવામા આવે તો તે હજી પણ સંદેશા આપલેનું એક ઉત્તમ માધ્યમ છે.

ત્યારે ભરૂચના મધ્યમાં આવેલી કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી વાંચન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની સાથે સાથે દેશ – સમાજ ઉપયોગી પ્રેરણાત્મક કાર્ય પણ કરે છે અને આ જ પ્રેરણાત્મક કાર્યના ભાગ રૂપે તેઓ ભારતની આઝાદીનો અમ્રુત મહોત્સવ અનોખી રીતે ઉજવે છે.

જેમાં નારાયણ વિદ્યાલય ભરૂચના વિદ્યાર્થીઓ દ્વારા નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીને દેશના સર્વોચ્ચ અને પ્રથમ નાગરિકના પદ પર બિરાજમાન થવા બદલ અભિનંદન અને આઝાદીક અમ્રુત મહોત્સવની શુભકામના પાઠવતો પત્ર લખવામાં આવ્યો છે.

આમ એક પંથ અનેક કાજને સાર્થક કરવાનો પ્રયત્ન અહી આજ રોજ કરવામાં આવ્યો છે. ધોરણ નવમાં અભ્યાસ કરતાં કુલ ૬૩ વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓએ પત્ર લખી રાષ્ટ્રપતિ મહોદયાને ભારત દેશના રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન અને આઝાદીના અમ્રુત મહોત્સવની શુભકામના પાઠવી હતી.

કેટલાક બાળકોએ તો પોસ્ટકાર્ડ જ કદાચ પ્રથમ વખત જોયું છે તેઓને આવા ઉત્તમ માધ્યમ થકી રાષ્ટ્રપતિ મહોદયાને પત્ર લખવાનો લ્હાવો મળવાથી તેઓની ખુશીમાં ત્રિરંગાની આભા ઉપસી આવી હોય એવું લાગતું હતું.
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.