માથે તેલના ડબા લઈ ગરબા કરીને કર્યુ કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન
મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં ભરૂચ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન-કાચા શાકભાજી ખાઈ, ગરબા અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધતા પોલીસ સાથે ઘર્ષણ.
ખેંચતાણ વચ્ચે અગ્રણીઓની પોલીસે અટકાયત કરી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કોંગી અગ્રણીઓની અટકાયત કરી હતી.
મોંઘવારી અને બેરોજગારી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના એલાનનાં મુદ્દે ભરૂચના રેલ્વે સ્ટેશન પાસે આગેવાનો અને કાર્યકરોએ કાચા શાકભાજી ખાઈ ગરબા રમી હાથમાં પ્લેકાર્ડ લઈ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા વાતાવરણ ગરમાયું હતું.
કોંગી અગ્રણીઓએ ચીજવસ્તુઓનો GST ના કારણે ભાવમાં વધારો થવાથી પ્રજાજનો પર મોંઘવારીનો અસહ્ય બોજ પડ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.કોંગીજનોના વિરોધ પ્રદર્શનના પગલે તહેનાત પોલીસ સાથે ઘર્ષણ સર્જાવા સાથે કોંગી અગ્રણીઓની અટકાયત કરી હતી.
વિરોધ પ્રદર્શનમા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,યુવા પ્રમુખ શકીલ અકુજી,યુવા પૂર્વ પ્રમુખ શેરખાન પઠાણ,શહેર પ્રમુખ વિક્કી સોખી, પાલિકાના વિરોધ પક્ષના નેતા શમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.