ડીસીએમ શ્રીરામ અને રિન્યૂ પાવરે ભરુચમાં હાઇબ્રિડ પ્રોજેક્ટ કરવા માટે સમજૂતી કરી
નવી દિલ્હી, ₹9,849 કરોડના ગ્રૂપ ટર્નઓવર સાથે અગ્રણી વ્યવસાયિક જૂથ ડીસીએમ શ્રીરામ લિમિટેડ (ડીસીએમ શ્રીરામ) અને ભારતની મહત્વપૂર્ણ અક્ષય ઊર્જા કંપની રિન્યૂ પાવર (“રિન્યૂ” અથવા “કંપની”) (NASDAQ: RNW, RNWWW)એ આજે બે કેપ્ટિવ પાવર એગ્રીમેન્ટ (સીપીએ)ની જાહેરાત કરી હતી,
જેમાં ગુજરાતના ભાવનગરમાં રિન્યૂના બે આગામી પ્રોજેક્ટમાંથી 50 MW અક્ષય ઊર્જાનો પુરવઠો ગુજરાતના ભરુચ જિલ્લામાં ડીસીએમ શ્રીરામની ક્લોર-આલ્કલી ઉત્પાદન સુવિધાને પ્રાપ્ત થશે.
આ સંયુક્ત વ્યવહાર કેપ્ટિવ મોડલ સાથે ઓપએક્સ (કાર્યકારી ખર્ચ) અંતર્ગત ભારતમાં સૌથી મોટા કોર્પોરેટ અક્ષય ઊર્જાના પુરવઠાના સોદાઓ પૈકીની એક છે.
આ પ્રસંગે ડીસીએમ શ્રીરામ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય એસ શ્રીરામે કહ્યું હતું કે, “અમે એક ગ્રૂપ તરીકે અમારી ઊર્જાના ઉત્પાદનમાં વધારો કરવા કટિબદ્ધ છીએ અને આ એ દિશામાં એક પગલું છે. અમને ગુજરાતના ભરુચમાં અમારી ક્લોર-આલ્કલી ઉત્પાદન સુવિધા માટે અક્ષય ઊર્જા તરફ અમારી સફરમાં રિન્યૂ પાવર સાથે જોડાણ કરવાની ખુશી છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “ઇએસજી તરફ લાંબા ગાળાની કટિબદ્ધતા સાથે સ્વચ્છ ઊર્જા માટે કેપ્ટિવ પાવર એગ્રીમેન્ટ્સ (સીપીએ) 25 વર્ષ માટે થયા છે અને એનાથી વર્ષે ~2,25,000 tCO2e (કાર્બન ઉત્સર્જન)નો ઘટાડો થશે.”
સીપીએ પર રિન્યૂ પાવરના સ્થાપક, ચેરમેન અને સીઇઓ શ્રી સુમંત સિંહાએ કહ્યું હતું કે, “અમને ડીસીએમ શ્રીરામ સાથે જોડાણ કરવા પર ગર્વ છે, જે સ્વચ્છ ઊર્જાના સ્ત્રોતો તરફ અગ્રસર થવામાં અને આબોહવાની વ્યાપક સમસ્યાઓનું સમાધાન કરવામાં લીડરશિપ દર્શાવે છે તેમજ ભારતના આબોહવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોને સપોર્ટ કરે છે.”
સુમંતે ઉમેર્યું હતું કે, “અમને ખાતરી છે કે, ડીસીએમ શ્રીરામ જેવી વધારે જવાબદાર કોર્પોરેટ ઝડપથી પુનઃપ્રાપ્ય ઊર્જા તરફ અગ્રેસર થશે, કારણ કે એનાથી પર્યાવરણને અનુકૂળ ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે એ બાબત મહત્વપૂર્ણ રીતે પ્રતિબિંબિત થાય છે કે, પર્યાવરણલક્ષી ઊર્જા વ્યવસાયો માટે વધુ વાજબી છે.”
100 MWના પવન અને સૌર ઉત્પાદન ક્ષમતાના બેકેન્ડ સાથે 50-MW હાઇબ્રિડ પ્રોજેક્ટ ડીસીએમ શ્રીરામ, ભરુચ સુવિધા માટે જ દર વર્ષે 250 મિલિયન યુનિટની અક્ષય ઊર્જા જનરેટ કરશે એવી અપેક્ષા છે.
ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા ₹630 મિલિયનની ઇક્વિટી ભાગીદારી દ્વારા કુલ ₹8 અબજના રોકાણ સાથે બે હાઇબ્રિડ પ્રોજેક્ટ સ્થાપિત થશે.