CRPFમાં ફરજ બજાવતા જવાનની પત્નિનું શાલ ઓઢાડી સન્માન
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) “વતનની આન બાન અને શાન છે વીર જવાન માટે સત્ સત્ નમન તમને લાખો વીર જવાન”લોહી રેડી ત્રિરંગાને બચાવે છે… ધન્ય છે… હર એક સૈનિક ને જે મારા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે. હમ સોતે હૈ ઇસલિએ નહિ કી સૂર્યાસ્ત હોતા હૈ… હમ સોટે હૈ ઈસલિએ કી સરહદ પર જવાન ખડા હૈ. Honor of the wife of a soldier serving in CRPF
ભૂતિયા પ્રાથમિક શાળા, દેવગઢબારીયાના પટાંગણમાં ભૂતિયા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ભૂતિયા ગામના પનોતા પુત્ર તેમજ હાલ માં સી.આર.પી.એફ. માં સૈનિક તરીકે ફરજ બજાવી “માં ભારતી” ની સેવા કરનાર વીર જવાન શ્રી શૈલેષ ભાઈ રાયસિંહ ભાઈ સોલંકી સાહેબ ના ધર્મપત્ની શ્રીમતી સોનલબેનનો શાલ ઓઢાડી સત્કાર સમારંભ ભૂતિયા પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો.
સી.આર.પી.એફ. માં ફરજ બજાવતા સોલંકી શૈલેષભાઈ રાયસિંહભાઈના ધર્મપત્ની શ્રીમતી સોનલ બહેને પોતાના સૈનિક પતિની ફરજ બાબતે ખુબજ રસપ્રદ વાતો શાળાના બાળકોને જણાવી હતી તેમજ તેમણે પોતાના પતિની ફરજ”માં ભારતી” સેવા કરવાનો હોવા અંગે ગૌરવ અને અન્નદની લાગણી અનુભવતા હોવાનું જણાવ્યું હતું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓના પતિ શ્રી શૈલેષભાઈ ભારત દેશની તમામ સરહદે રહીને અને જુદા જુદા રાજ્યોમાં પોતાની ફરજ બજાવી પરિવાર અને ગામની ગૌરવ અપાવ્યું છે. શાળાના વરિષ્ટ શિક્ષકો જશવંતભાઈ તથા નરેન્દ્રભાઇ તેમજ શિક્ષકગણ દ્વારા “માં ભારતી” ની સેવા કરવા બદલ કોટી કોટી વંદન અને તેમના પૂરા પરિવાર ને ખૂબ ખુબ ધન્યવાદ પાઠવવામાં આવ્યો હતો.