વાડજમાં ૪.૫૦ લાખનાં બદલે લોખંડના ટુકડા પધરાવી યુવાન સાથે છેતરપિંડી
અમદાવાદ : વાડજ વિસ્તારમાં એક વૃદ્ધા તથા બે ગઠીયાઓએ ભેગા મળીને એક યુવાન સાથે રૂપિયા સાડા ચાર લાખની છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે. છેતરપિંડીનો ભોગ બનનાર સંજય શાહ શાહીબાગ ખાતે રહે છે. અને કાલુપુર સાકર બજાર નજીક કાપડની દુકાનમાં નોકરી કરે છે. ૩૦મી તારીખે સંજયભાઈ બપોરે બાર વાગ્યે રખિયાલ પેટ્રોલ પંપની સામે દુકાનમાં ગયા હતા.
જ્યાં ઠગ વૃદ્ધ †ી (૩૫ વર્ષ) તથા ૩૫ વર્ષનાં બે ગઠીયા તેમને મળ્યા હતાં. જેમાંથી એકએ બહેનનાં લગ્ન માટે રૂપિયાની જરૂર હોવાથી ઘરેણાં વેચવા નીકળ્યા હોવાનું જણઆવ્યું હતું. રૂપિયા આપવા તૈયાર થયેલાં સંજયભાઈએ સ્યોરીટી માંગતા ઠગ ત્રિપુટીએ સોનાની માળામાંથી મોતી તથા એક ચાંદીનો સિક્કો તપાસવા આયો હતો. સોની પાસે ખરાઈ કરવામાં આવ્યા બાદ સંજયભાઈએ ત્રણેયને વાડજ સર્કલ પાસે બોલાવ્યા હતા જ્યાં વસ્તુઓનાં બદલામાં રોકડ આપી હતી. જાકે બે દિવસ બાદ તેમણે વસ્તુઓ ચે કરતાં ચોરીનાં બદલે લોખંડના ટુકડા તથા સોનાનાં બદલે પિત્તળની માળા નીકળી હતી.
જેથી સંજયભાઈએ આ અંગે ત્રણેય વિરુદ્ધ રૂપિયા સાડા ચાર લાખની છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે. ઠગ ટોળકીએ અગાઉ તેમની પાસે દસ લાખની માંગ કરી હતી. જાકે બાદમાં સાડા ચાર લાખ રૂપિયા લેવા તૈયાર થયા હતાં.