EDIIએ 10,000થી વધુ વીવર્સ/કારીગરોને તાલીમ આપી
ગુજરાતના કુટીર અને ગ્રામિણ ઉદ્યોગ મંત્રી શ્રી જગદિશ પંચાલે EDII દ્વારા તાલીમ અપાયેલ કારીગરોના એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું
અમદાવાદ, ગુજરાત સરકારના કુટીર અને ગ્રામિણ ઉદ્યોગ મંત્રી શ્રી જગદિશ પંચાલે હસ્તકલા સેતુ પ્રોજેક્ટ હેઠળ આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઇ) દ્વારા તાલીમ અપાયેલા કારીગરો/વીવર્સના એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. Jagdish Panchal, Minister, Cottage & Rural Industries, Gujarat inaugurates exhibition of artisans trained by EDII
તે ગુજરાત સરકારના કુટીર અને ગ્રામિણ ઉદ્યોગ વિભાગની પહેલ છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા કારીગરોને પ્રોત્સાહન આપવા ઇડીઆઇઆઇના ડાયરેક્ટર ડો. સુનિલ શુક્લા પણ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી કરવા ઇડીઆઇઆઇએ હસ્તકલા સેતુ યોજના અંતર્ગત અમદાવાદ, જામનગર. જૂનાગઢ, જામનગર, ગાંધીધામ, બનાસકાંઠા અને મહેસાણામાં વિવિધ જાણીતી હાટમાં ભાગ લઇને પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરી છે. આ અંતર્ગત કુલ 109 સ્ટોલની ગોઠવણ કરાઇ છે અને ઇડીઆઇઆઇ પાસેથી તાલીમ મેળવેલા આશરે 218 કારીગરો તેમાં ભાગ લઇ રહ્યાં છે.
ઇડીઆઇઆઇએ હસ્તકલા સેતુ યોજના હેઠળ હેન્ડીક્રાફ્ટટટ સેગમેન્ટ (જેમાંથી 30 વીવર્સ છે)માં 10,000થી વધુ કારીગરોને આધુનિક તાલીમ અને માર્ગદર્શન આપ્યું છે. આ પ્રોજેક્ટ માટે ઇડીઆઇઆઇ છેલ્લા બે વર્ષથી ગુજરાત સરકારના કમીશનરેટ ઓફ કોટેજ ઇન્ડસ્ટ્રીનું નોલેજ પાર્ટનર છે. ઘણાં કારીગરોઅને તાલીમ દ્વારા તેમની ડિઝાઇનમાં દેખિતો સુધારો કર્યો છે તથા તેમનું નેટવર્ક વિસ્તારીને નવા માર્કેટ્સમાં પહોંચીને આશરે રૂ. 8.04 કરોડની આવક કરી છે.
શ્રી જગદિશ પંચાલે પત્રકારોને સંબોધન કરતાં કહ્યું હતું કે, ઇડીઆઇઆઇના સપોર્ટથી હસ્તકલા સેતુ પ્રોજેક્ટથી કારીગરોને તાલીમ આપવામાં મદદ મળી છે તથા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના વિઝનને સાકાર કરવામાં યોગદાન મળ્યું છે.
આ પ્રોજેક્ટ હેઠળ 10,000 કારીગરોએ ઇડીઆઇઆઇ પાસેથી તાલીમ પ્રાપ્ત કરી છે અને ખરા અર્થમાં ઉદ્યોગસાહસિક બન્યાં છે. તાલીમને કારણે તેમની કલા પુનઃજીવિત થઇ છે અને તેમને બિઝનેસમાં આગળ વધતાં જોઇ ખુશી થાય છે.
પ્રોજેક્ટ વિશે વાત કરતાં ઇડીઆઇઆઇના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, “અમારી ઇન્સ્ટિટ્યૂટે ઇનોવેશન, રચનાત્મકતા અને ઉદ્યોગસાહસિકની ક્ષમતાને પ્રોત્સાહન આપીને હેન્ડલૂમ ઇન્ડસ્ટ્રીના અપસ્કિલિંગની કામગીરી હાથ ધરી છે. એચએમઆઇ પ્રોજેક્ટ સાથે ઇડીઆઇઆઇ કારીગરોના કૌશલ્યવર્ધન દ્વારા તેમની કામગીરીના વિસ્તરણ અને તેમના બિઝનેસને વેગ આપવાની યોજના ધરાવે છે.”
પ્રોજેક્ટ હેન્ડ-મેડ ઇન ઇન્ડિયા
હસ્તકલા ઉપરાંત ઇડીઆઇઆઇ અર્ન્સ્ટ એન્ડ યંગ સાથેના જોડાણ અને એચએસબીસીના સહયોગથી હેન્ડ-મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને અમલમાં મૂકી રહ્યું છે. પ્રોજેક્ટ હેઠળ આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઇ)એ દેશભરમાં અત્યાર સુધી 5722 વીવર્સને તાલીમ આપી છે.
આ પહેલ અંતર્ગત ઇડીઆઇઆઇએ ગુજરાત, આસામ, મધ્ય પ્રદેશ, તમિળ નાડુ અને ઓરિસ્સા જેવાં રાજ્યોમાં હેન્ડલૂમ ક્લસ્ટર્સના ટકાઉ વિકાસમાં સહયોગ કર્યો છે. ગુજરાતમાં પ્રોજેક્ટ એચએમઆઇ હેઠળ સુરેન્દ્રનગર અને ભુજ ખાતે 1617 (મહિલા 474 અને પુરુષ 1,143) વીવર્સને તાલીમ અપાઇ છે.
તેના પરિણામે પ્રશિક્ષિત વીવર્સ અને કારીગરોએ તેમના બિઝનેસમાં નોંધપાત્ર સુધારો નોંધાવ્યો છે તથા તેમણે માર્કેટમાં નવા ટ્રેન્ડ્સ અને તકો મેળવી છે. ઉદાહરણરૂપે, આસામના તોકરાડિયા ગામના 41 વર્ષીય વીવર દિપિકા દાસ એચએમઆઇ સાથે જોડાયા બાદ નવી ડિઝાઇન તૈયાર કરવાનું શીખ્યાં છે
અને તેમણે વેચાણમાં 10 ટકાનો વધારો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, મેં બહારની દુનિયા જોવાનું સપનું જોયું હતું અને ઇડીઆઇઆઇએ તેને સાકાર કર્યું છે. તેના કારણે મને વિમાનમાં બેસવાની તક મળી છે. હું આ પ્રોજેક્ટની મદદથી નવી ઊંચાઇઓ હાંસલ કરવા કટીબદ્ધ છું.
આ પ્રોજેક્ટ વીવર્સ માટે વેલ્યુ ચેઇનમાં સુધારો, સંચાલકીય પડકારો, તાલીમ અને ક્ષમતા નિર્માણ, નેટવર્કિંગ અને ઇનોવેશન ઉપર કેન્દ્રિત છે. આ એક્સપોઝર અને ટ્રેનિંગે યુવા પેઢીના વીવર્સને નવો દ્રષ્ટિકોણ આપ્યો છે કે જેઓ હેન્ડલૂમને વૃદ્ધિની અપાર સંભાવનાઓ ધરાવતા આકર્ષક ક્ષેત્ર તરીકે જૂએ છે.