દિલ્હીમાં પ્રદુષણને કારણે હવા ઝેરી બની

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દિલ્હી તથા આજુબાજુના વિસ્તારમાં પ્રદુષણ પરાકાષ્ઠાએ પહોંચ્યુ છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પ્રદુષણની માત્રા એટલી બધી હદે વધી ગઈ છે કે હવા પણ ઝેરી બની ગઈ છે. લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે. જેને કારણે ભરચક જણાતા રસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા છે. વિઝીબિલીટી ઘટી હોવાને કારણે ૩ર જેટલી ફલાઈટો રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રદુષણને કારણે ફેલાતી ઝેરી હવાને કારણે શાળા-કોલેજા પ મી નવેમ્બર સુધી બંધ રાખવામાં આવી છે. ચારેય બાજુ ધુમ્મસ- છવાઈ ગયુ છે. જેને કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અલબત્ત, હવામાન ખાતાના સુત્રો જણાવી રહ્યા છે કે આગામી સપ્તાહમાં વાતાવરણ સાનુકૂળ રહેશે.
ેએઈમ્સના ડીરેક્ટર રણદીપ ગુલેરીયાએ જણાવ્યુ હતુ કે દિલ્હીનું પ્રદુષણ તંદુરસ્ત વ્યક્તિઓ માટે પણ ભયજનક બની ગયુ છે. ખાસ કરીને વૃધ્ધો, બાળકો, ગર્ભવતી મહિલા, તથા શ્વાસની સમસ્યા ધરાવતા લોકો માટે ચિંતાજનક વાતાવરણ બન્યુ છે.
પ્રદુષણની માત્રા ઓછી કરવા આજથી અમલમાં આવે એવી રીતે દિલ્હીમાં ‘ઓડ ઈવન’ નો નિયમ લાગુ કરવામાં આવે છે. જેમાંથી મહિલાઓ તથા વરિષ્ઠ નાગરીકોને મુક્તિ આપવામાં આવી છે. નિયમનો ભંગ કરનાર પાસે રૂ.૪૦૦૦ દંડ વસુલ કરવામાં આવશે તેમ સુત્રો જણાવે છે
વડાપ્રધાન કાર્યાલયની પ્રદુષણના સ્તરની વધવા પર સીધી નજર રહેશે તથા રોજેરોજનો રીપોર્ટ મોકલવા આદેશ કર્યો છે. હાલમાં કહેવાય રહ્યુ છે કે દિલ્હી હવે પ્રદુષણની રાજધાની બની છે. દિલ્હીની માફક અમદાવાદમાં પણ પ્રદુષણનું સ્તર વધી રહ્યાનો અહેવાલ છે. સરકારી તંત્ર સમયસર નહીં જાગે તો મહાવાવાઝોડા બાદ આની પણ ગંભીર અસર લોકોના આરોગ્ય પર પડશે એમ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.