28 કંપનીને 45000 કરોડના આઈપીઓ લાવવા માટે મંજૂરી
(એજન્સી) નવી દિલ્હી, માર્કેટ રેગુલેટરી સેબી એ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩મા એપ્રિલ-જુલાઈ દરમિયાન ૨૮ કંપનીઓને ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ લાવવાની મંજૂરી આપી દીધી છે. તેના દ્વારા આ કંપનીઓ કુલ ૪૫,૦૦૦ કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના છે.
જે ફર્મોએ આઈપીઓ લાવવા માટે નિયામકની મંજૂરી હાસિલ કરી છે, તેમાં લાઇફસ્ટાઇલ રિટેક બ્રાન્ડ ફેબઈન્ડિયા, એફઆઈએચ મોબાઇલ્સ અને ફોક્સકોન ટેક્નોલોજી સમૂહની સહાયક કંપની- ભારત એફઆઈએચ, ટીવીએસ સપ્લાય ચેન સોલ્યુશન, બ્લેકસ્ટોન સમર્થિત આધાર હાઉસિંગ ફાઇનાન્સ અને મૈકલિયોડ્સ ફાર્માસ્યુટિકલ્સ એન્ડ કિડ્સ ક્લિનિક ઈન્ડિયા સામેલ છે.
મર્ચેંટ બેન્કરોએ કહ્યું કે આ ફર્મોએ હજુ સુધી પોતાના આઈપીઓ લાવવાની તારીખ જાહેર કરી નથી અને ઈશ્યૂ માટે યોગ્ય સમયની રાહ જાેઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે બજારની વર્તમાન સ્થિતિઓ પડકારજનક છે. આનંદ રાઠી ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગના ડાયરેક્ટર અને ઇક્વિટી મૂડી બજારના પ્રમુખ પ્રશાંત રાવે કહ્યુ- વર્તમાન માહોલ પડકારજનક છે અને જે કંપનીઓની પાસે મંજૂરી છે, તે આઈપીઓ લાવવા માટે યોગ્ય સમયની રાહ જાેઈ રહી છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના આંકડા અનુસાર કુલ ૨૮ કંપનીઓએ એપ્રિલ-જુલાઈ ૨૦૨૨-૨૦૨૩ દરમિયાન આઈપીઓ દ્વારા મૂડી ભેગી કરવા માટે નિયામકની મંજૂરી હાસિલ કરી હતી.