વોટરવર્કસ યોજનાનું પાણી ગંદુ પાણી અપાતા AAP દ્વારા પાલિકાને આવેદન પત્ર અપાયુ
(પ્રતિનિધી)સંતરામપુર, આમ આદમી પાર્ટી દ્વારા સંતરામપુર નગરમાં નગર પાલિકા દ્વારા વોટરવર્કસ યોજના નું પાણી ગંદુપાણી અપાતા મામલતદાર શ્રી અને નગર પાલિકાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ સંતરામપુર નગર પાલિકા દ્વારા નગરજનો ને ગંદ્દુ પાણી અપાતા તેના વિરુદ્ધ માં ૦૬-૦૮-૨૦૨૨ શનિવાર ના રોજ સંતરામપુર આમ આદમી પાર્ટી દ્વારા સંતરામપુર માં આવેલ બાબા ડૉ. આંબેડકર સર્કલ પાસેમોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થઈ રેલી કાઢી બસ સ્ટેશન રોડ, ભોઈવાડા રોડ, ટાવર રોડ,
પોલીસ સ્ટેશન થઈ મામલતદાર ઓફીસ ખાતે સમાપ્ત કરવામાં આવી હતી. અને ત્યારબાદ મામલતદાર શ્રી અને નગર પાલિકા ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને તેમા આમ આદમી પાર્ટીના કાર્યકરો એ જણાવ્યું હતુ કે સંતરામપુર નગર પાલિકા દ્વારા નગરજનો ને નગરમાં જે પાણી વોટર વર્કસ યોજના હેઠળ હાલ અપાય છે.
તે પીવાનું પાણી ડહોળુ અને વાસ મારતું અપાય છે . જે નગર પાલિકા દ્વારા નગરમાં ૨૦ દિવસથી વિતરણ કરાતું હોઈ નગરમાં રોગચાળો ફાટી નીકળે તેમ હોઈ વોટર વર્કસ યોજના હેઠળ નું પીવાનું પાણી શુદ્ધ ફિલ્ટર કરીને ચોખ્ખું આપવાની જવાબદારી સંતરામપુર નગરપાલિકા ની હોવા છતા તેમાં નગર પાલિકા નિષ્ફળ ગયેલ હોઈ
આ સંદભમાં નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી આજ દિન સુધી નહીં કરાતા નગર પાલિકાનો નગરજનોના હિત વિરુદ્ધની આવી કાર્ય પધ્ધતિ નો અમે સખત વિરોધ કરીએ છીએ . અને નગરમાં અપાતું પાણી ડહોળુ ગંદુ પાણી ત્વરિત શુદ્ધ કરી નહીં અપાય તો અમે બધા આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું જણાવેલ હતું.
આ કાર્યક્રમ નિમિત્તે આમ આદમી પાર્ટીના મહીસાગર જિલ્લાના ઉપ પ્રમુખ ભરતભાઈ સોલંકી, સંતરામપુર તાલુકામાંથી ૧૨૩ વિધાન સભાના પ્રવત ભાઈ ડામોર , સંગઠન મંત્રી મોટી ભાઈ ડિંડોર, સહ મંત્રી તખભાઈ અરબ, જશવંતભાઈ પરમાર, ફારુકભાઈ શેખ , લોક સભાના પ્રમુખ પર્વતભાઇ ફોજી વાગડીયા, તેમજ કાર્યકરો , હોદ્દેદારો, પધાધિકારિયો વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.