ભરૂચ જીલ્લાના બેરોજગાર લેન્ડ લુઝરોની આંદોલનની ચીંમકી સાથે કલેકટરને રજૂઆત
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ પંથક સહિત આજુબાજુના કેટલાય ગામના લોકોએ પોતાની જમીન ગુમાવી છે અને હજારો ઉદ્યોગો સ્થપાયા છે.છતાંય સ્થાનિક બેરોજગારોને રોજગારી ન મળતા રહ્યા ગામના બેરોજગાર લેન્ડ લુઝરોએ પુનઃ આંદોલનની ચીમકી સાથે કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
વાગરા તાલુકાના રહિયાદ ગામના હજારો બેરોજગારોએ વારંવાર આંદોલનો કર્યા છે અને આંદોલનો થાળે પાડવા માટે અધિકારીઓએ વચનો આપ્યા છે પરંતુ વચનો હજુ સુધી પૂર્ણ થયા નથી જેના ભાગરૂપે વાગડા તાલુકાના રહિયાદ ગામના બેરોજગાર લેન્ડ લુઝરો ફરી એક વાર આંદોલનના મૂળમાં આવી ગયા છે.
ભરૂચ કલેકટરને બેરોજગાર લેન્ડ લુઝરોને નોકરી મળે તે માટેની વારંવારની રજૂઆત બાદ પણ સમસ્યાનો અંત ન આવતા રહ્યા ગામના ગ્રામજનો ફરી એકવાર ભરૂચ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી આગામી પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસથી જીએસીએલ ગેટની બહાર આખું ગામ આંદોલન કરશે
તેવી ચીમકી સાથે એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.જાેવું રહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર બેરોજગાર લેન્ડ લુઝરોના પ્રશ્નોનો અંત લાવે છે કે પછી આગામી દિવસોમાં રહીયાદના ગ્રામજનોએ આંદોલન કરવું પડે છે.