Western Times News

Gujarati News

ગુજરાતની ૧૭ વર્ષીય યુવતી ઉપર દિલ્હીમાં ગેંગરેપ

Files Photo

અમદાવાદ, નવી દિલ્હી રેલવે સ્ટેશન પાસે એક સગીર યુવતી સાથે બે લોકો દ્વારા કથિત ગેંગરેપનો કેસ સામે આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગુજરાતના સુરતની રહેવાસી ૧૭ વર્ષીય યુવતી સાથે બે લોકોએ કથિત ગેંગરેપ કર્યો છે.

પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓની ઓળખ હરદીપ અને ૨૦ વર્ષીય રાહુલના રૂપમાં થઇ છે. બન્ને આરોપી ફેરીવાળા છે અને પાણીની બોટલ વેચે છે. પોલીસ ઉપાયુક્ત (રેલવે) હરેન્દ્ર કુમાર સિંહે કહ્યું કે યુવતી પોતાના પરિવાર સાથે ચંદીગઢ ગઇ હતી અને ૧૮થી ૨૫ જુલાઇ સુધી ત્યા રહી હતી. જ્યા તેની મુલાકાત ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી દીપક સાથે થઇ હતી.

ડીસીપીએ આગળ કહ્યું કે ગુજરાત પરત ફરતી વખતે યુવતી પોતાના પરિવાર સાથે હતી અને દીપક પણ તેમની સાથે હતો. ૪ ઓગસ્ટે યુવતી કથિત રીતે દીપક સાથે ઉત્તર પ્રદેશમાં પોતાના ગામ જવા માટે ઘરેથી નીકળી હતી. ૫ ઓગસ્ટે એક ટ્રેન પકડી હતી અને ૬ ઓગસ્ટે લખનઉ પહોંચી હતી.

વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેણે દીપકના ગામ જવા માટે એક કેબ બુક કરી અને તે જ રાત્રે નવી દિલ્હી માટે એક ટ્રેનમાં જવા પરત ફર્યા હતા. જ્યા તેમણે ગુજરાત માટે એક ટ્રેન પકડવાની હતી. તેમની ટ્રેન છુટી ગઇ હતી જેથી બન્ને દીપક અને યુવતી વચ્ચે રકઝક થઇ હતી.

દીપકે કથિત રીતે સગીર યુવતીને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એકલી છોડી દીધી હતી. થોડા સમય પછી યુવતીએ રેલવે સ્ટેશન પર દીપકની શોધ શરૂ કરી હતી. રિપોર્ટ્‌સ પ્રમાણે જ્યારે તે સેન્ટ્રલ ફૂટ ઓવર બ્રિજ પર હતી ત્યારે બે સંદિગ્ધ હરદીપ નાગર અને રાહુલ તેની પાસે પહોંચ્યા હતા. સગીરે કથિત રીતે તેની મદદ માંગી અને દીપકને ફોન કરવાની વિનંતી કરી હતી.

યુવકે કહ્યું કે ટ્રેન બીજા કોઇ સ્ટેશનથી મળશે. પછી તે યુવતીને તિલક બ્રિજ પાસે ઝાડીઓમાં લઇ ગયા હતા અને જ્યા બન્ને યુવકોએ ગેંગરેપ કર્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.