ટૂંક સમયમાં લગ્ન કરવાના છે અર્સલાન અને સુઝૈન?

મુંબઈ, હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન છેલ્લા કેટલાય સમયથી એક્ટર અર્સલાન ગોની સાથેની રિલેશનશીપના કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર સુઝૈન અને અર્સલાન એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવામાં કોઈ કચાશ રાખતા નથી.
જાેકે, તેમની અંગત જિંદગીને જાહેરમાં કેટલી બતાવવી તેના પર પણ કાબૂ રાખે છે. થોડા દિવસ પહેલા જ મીડિયામાં અહેવાલ વહેતા થયા હતા કે, અર્સલાન ગોની અને સુઝૈન ખાન ટૂંક સમયમાં જ લગ્નના તાંતણે બંધાઈ જશે. હવે આ મુદ્દે અર્સલાને પ્રતિક્રિયા આપી છે.
એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં અર્સલાને જણાવ્યું કે, જ્યારે આ સમાચાર તેણે જાણ્યા ત્યારે હસવું આવ્યું અને થોડી નવાઈ પણ લાગી. વાતને હસી કાઢતાં અર્સલાને કહ્યું કે, તેને પોતાની અંગત જિંદગી વિશે વાત કરવામાં વધારે રસ નથી.
અર્સલાને કહ્યું, કે તેને પોતાના મિત્રો સાથે પણ અંગત જીવન અંગે વધારે વાત કરવી નથી ગમતી કારણકે તેના અને સુઝૈનના સંબંધો અંગે પહેલાથી જ ઘણું ચર્ચાઈ રહ્યું છે. અર્સલાને વધુમાં ઉમેર્યું કે, તેની અંગત જિંદગી ખૂબ સારી ચાલી રહી છે અને વર્ક લાઈફ પણ. તે કોઈનાથી કશું છુપાવતો નથી અને કોઈને કશું કહેવા માટે બંધાયેલો પણ નથી. સાથે જ અર્સલાને પૂછી લીધું કે, આવા સમાચારો મીડિયા સુધી કોણ પહોંચાડે છે. અર્સલાન અને સુઝૈનની રિલેશનશીપ અંગે સોશિયલ મીડિયા પર કેટલીય વાતો થતી રહે છે.
ત્યારે સોશિયલ મીડિયા યૂઝર્સની ટિપ્પણીઓ વિશે વાત કરતાં અર્સલાને કહ્યું, “પહેલી શંકાથી માંડીને ટ્રોલર્સ અને મારી પર્સનલ લાઈફ અંગેની પોઝિટિવ ટિપ્પણીઓ સુધી શાંતિવાળી લાગણી અનુભવી રહ્યો છું. તમને ખબર છે કે લોકો તમારા વખાણ કરી રહ્યા છે.
હું ક્યારેક કોમેન્ટ્સ જાેઉં છું અને મને આનંદ થાય છે કે લોકો અમને નફરત નથી કરતાં. દરમિયાન, અર્સલાન અને સુઝૈન થોડા દિવસો પહેલા જ કેલિફોર્નિયામાં રજાઓ ગાળીને આવ્યા છે. મુંબઈ આવ્યા બાદ સુઝૈન ખાને ટ્રીપની સુંદર યાદો એક વિડીયોમાં પરોવીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
વિડીયો શેર કરતાં તેણે લખ્યું હતું, “મને નથી ખબર તમને શું કહેવામાં આવ્યું છે પરંતુ સમય વહી રહ્યો છે એટલે તેને સોનાની જેમ વાપરો. પી.એસ. થેન્ક્યૂ સો મચ મારા વહાલા કેલિફોર્નિયા અમને સૌથી સારો ઉનાળો આપવા માટે.” જણાવી દઈએ કે, હૃતિક સાથે ડિવોર્સ બાદ સુઝૈનને અર્સલાનમાં પ્રેમ મળ્યો છે જ્યારે હૃતિક એક્ટ્રેસ સબા આઝાદને ડેટ કરી રહ્યો છે.SS1MS