Western Times News

Gujarati News

તહેરીક-એ-તાલિબાનના સ્થાપક કમાન્ડર ઉમર ખાલિદ ખુરાસા વિસ્ફોટમાં માર્યો ગયો

નવીદિલ્હી, પાકિસ્તાન તહેરીક-એ-તાલિબાનના સ્થાપક કમાન્ડર ઉમર ખાલિદ ખુરાસાની ઉર્ફે અબ્દુલ વલી મોહમ્મદ એક વિસ્ફોટમાં માર્યો ગયો છે. તે અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં રહેતો હતો. વિસ્ફોટ સમયે ખુરાસાની કારમાં મુસાફરી કરી રહ્યો હતો.

કારમાં ખુરાસાની સાથે ટીટીપીના બે અને કમાન્ડર મુફ્તી હસન તથા હાફિઝ દૌલત ખાન પણ મુસાફરી કરી રહ્યા હતા. વિસ્ફોટમાં તમામના મોત થયા છે. કારમાં વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે કોઈ માહિતી મળી નથી. અમેરિકાએ ખુરાસાની ઉપર ૩૦ લાખ ડોલરનું ઈનામ રાખ્યું હતું.

ખૂબ જ ઓછી ઉંમરમાં જેહાદ શરૂ કરનાર ખુરાસાની કાશ્મીરમાં પણ એક્ટિવ રહ્યો હતો. અગાઉ પણ અનેક વખત તેના મૃત્યુની માહિતી આવી હતી, જાેકે આ માહિતી ખોટી પૂરવાર થઈ હતી. આ વખતે તહરીક-એ-તાલિબાને ખુરાસાની માર્યો ગયો હોવાની પૃષ્ઠી કરી છે.

સંગઠનના પ્રવક્તા મોહમ્મદ ખુરાસાનીએ એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ટીટીપી ટૂંક સમયમાં મોત અંગે વધુ માહિતી રજૂ કરશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. ઉમર ખાલિદ ખુરાસાની ઉપર હુમલો કોણે કર્યો છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.ખુરાસાની પાકિસ્તાન સરકાર સાથે વાતચીતનો સમર્થક ન હતો.

જાેકે સંગઠન તરફથી વાતચીત કરનાર પક્ષનું તે નેતૃત્વ કરતો હતો. ઉમર ખાલિદ ખુરાસાન ૨૦૧૪ થી અલગ થઈ ગયો હતો. ત્યારબાદ તેણે જમાત-ઉલ-અહરાર સંગઠનની રચના કરી. આ સંગઠને પણ પાકિસ્તાનમાં અનેક મોટા હુમલા કર્યા છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.