Western Times News

Gujarati News

આ રાજ્યના મુખ્યમંત્રીને બોમ્બથી ઊડાડી દેવાની મળી ધમકી

પ્રતિકાત્મક

(એજન્સી)લખનૌ, સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી હુમલો કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ વખતે પણ યુપી-૧૧૨માં વોટ્‌સએપ નંબર પર મેસેજ મોકલીને ધમકી આપવામાં આવી હતી. ધમકી આપનાર વ્યક્તિએ તેનું નામ શાહિદ જણાવ્યું હતું અને કહ્યું કે, તેને ત્રણ દિવસમાં બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.

આ અંગે સુશાંત ગોલ્ફ સિટી કોતવાલીમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસ પ્રશાસન અને ગુપ્તચર એજન્સી આ મામલે તપાસ કરી રહી છે. કંટ્રોલ રૂમ યુપી-૧૧૨ના ઓપરેશન કમાન્ડર સુભાષ કુમારે એફઆઈઆર નોંધાવી છે કે, ૨ ઓગસ્ટની સાંજે ઓપરેશન ઈન્ટરનેટ મીડિયાના વોટ્‌સએપ નંબર પર એક મેસેજ આવ્યો હતો કે,

સીએમ યોગીને ત્રણ દિવસમાં બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. સુભાષે આ માહિતી ઓબ્ઝર્વેશન ઓફિસર અંકિતા દુબેને આપી હતી. પોલીસે આ મેસેજનો સ્ક્રીન શોટ ગુપ્તચર એજન્સીઓને પણ આપ્યો છે. આ અગાઉ પણ મુખ્યમંત્રીને આવા મેસેજ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.