ગોધરાના ખાડાઓથી સતત ભયના અહેસાસની અનુભૂતિઓ કરતા શહેરીજનો
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરમાં ૭૫ માં આઝાદીના અમૃત મહોત્સવ ની શાનદાર ઉજવણીમાં ‘હર ઘર તિરંગા’ ની તડામાર તૈયારીઓ દેખાવ પૂરતી હોવાનો આકરા આભાસ ની મુશ્કેલીઓ સહન કરતા શહેરીજનો જણાવી રહ્યા છે કે ૭૫ માં આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણીઓમાં ગોધરા શહેરના જાહેર માર્ગો વરસાદી પાણી ભરેલા ખાડાઓમાં છે
કે ગોધરા શહેર જ વરસાદી પાણી ભરેલા ખાડાઓમાં ડૂબી ગયું છે આ જાહેર હીત નો ખુલાસો ગોધરા નગર પાલિકા સત્તાધીશો એ કરવો જાેઈએ.!! એટલા માટે કે શહેરના લાલબાગ એસ.ટી. સ્ટેન્ડ થી અટલબાગ તરફ જતો જાહેર માર્ગ વરસાદી પાણી ભરેલા ખાડાઓમાં તરબોળ છે.
આ જ પ્રમાણે શહેરા ભાગોળ જુના બસ સ્ટેશન થી રેલ્વે સ્ટેશન તરફ જતા અને પોલન બજાર વિ. વિસ્તારોના જાહેર માર્ગો નજીવા વરસાદ માં પણ પાણી ભરેલા ગંદા ખાડાઓમાં ફેરવાઈ ગયા હોવાના આ માહૌલ વચ્ચે શહેરીજનો ૭૫ માં આઝાદીના અમૃત મહોત્સવ ની શાનદાર ઉજવણી કેવી રીતે કરી શકાશે આ મુઝવણો પ્રજાજનો અનુભવી રહ્યા છે.
પરંતુ લાખ્ખો રૂ!ના ખર્ચે રસ્તાઓ રિપેર કરતાં ગોધરા નગર પાલિકાના સત્તાધીશો બિલકુલ બેફીકર અત્યાર સુધી તો દેખાઈ રહ્યા છે.!!
ગોધરા શહેરના મુખ્ય જાહેર માર્ગો ને અદ્રશ્ય કરતા સામાન્ય વરસાદ મા પણ વરસાદી પાણી ભરેલા ખાડાઓના સામ્રાજ્યના પગલે શહેરીજનો અને વાહનચાલકો મુશ્કેલીઓ અનુભવી રહ્યા હોવાનો બાળપો હવે ક્રમશઃ આક્રોશમાં ફેરવાઈ જાય એવી જાહેર માર્ગોની બદતર હાલતો ઠેર-ઠેર દેખાઈ રહી છે.
પરંતુ ગોધરા નગરપાલિકામાં બેસીને રસ્તાઓ દૂરસ્ત કરીને ખાડાઓ પૂરવાના આ લાખ્ખો રૂ.ના ખર્ચાઓના વહીવટ સામે જાહેર રસ્તાઓ ખાડાઓમાં ડૂબી ગયા હોવાનો આક્રોશ શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.!!