રણવીર સિંહે કેરી કરેલી બેગની કિંમત ૨૭૦૦૦૦ રૂપિયાની

મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીના મોટાભાગના સેલેબ્સ લક્ઝુરિયસ લાઈફ જીવવા માટે જાણીતા છે. મુંબઈ જેવા શહેરમાં કરોડો રૂપિયાની માલિકી ધરાવતા ઘરમાં રહેતા એક્ટર્સ તેમના રોજીંદા જીવનમાં વપરાતી વસ્તુઓ પાછળ પૈસા વાપરતાં ખચકાતા નથી.
મોટાભાગના સેલેબ્સ જૂતાં, કપડાં, બેગ તેમજ ગોગલ્સ સહિતની વસ્તુઓ ખરીદવા માટે વિદેશી બ્રાન્ડને પ્રાથમિકતા આપે છે. રણવીર સિંહ પણ તેમાંથી એક છે. તે જ્યારે પણ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થાય ત્યારે તેની પાસેથી અલગ-અલગ બ્રાન્ડની લાખો રૂપિયાની મોંઘીદાટ બેગ જાેવા મળે છે.
હાલમાં જ એક્ટર વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યો હતો. અતરંગી કપડા માટે જાણીતો ‘એનર્જીનો પાવરહાઉસ’ આ વખતે સિમ્પલ લૂકમાં દેખાયો હતો.
તેણે વાદળી કલરનું ફૂલ સ્લીવનું ટીશર્ટ, ટ્રાઉઝર અને શૂઝ પહેર્યા હતા. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તેણે માસ્ક પહેરીને રાખ્યું હતું. જાે કે, કોઈ બાબતે ધ્યાન ખેંચ્યું હોય તો તે હતી તેણે ખભે લગાવેલી બેગ. તેની બેગ ગુચીની હતી, જે મૂળ ઈટાલિયન હાઈ-એન્ડ લક્ઝુરિયસ બ્રાન્ડ છે.
રણવીર સિંહે કેરી કરેલી બેગની કિંમત આખરે શું હતી જે જાણવા માટે GUCCIની વેબસાઈટ પર થોડી શોધખોળ કરવામાં આવી હતી. કાળા અને લાલ કલરના પટ્ટા તેમજ પ્રિન્ટેડ બેગપેક, જેના પર બ્રાન્ડનો લોગો છાપેલો છે, તેની કિંમત જાણીને ભલભલાની આંખો પહોળી થઈ જાય.
વેબસાઈટ પ્રમાણે બેગપેકની કિંમત ૩,૪૦૦ ડોલર છે, જેને ભારતીય રૂપિયામાં પરિવર્તિત કરીએ તો આશરે ૨,૭૦,૦૦૦ રૂપિયા થાય છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, રણવીર સિંહ ફિલ્મમેકર કરણ જાેહરની અપકમિંગ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં જાેવા મળશે, જેમાં તેની ઓપોઝિટમાં આલિયા ભટ્ટ છે.
‘ગલીબોય’ બાદ બંને બીજી વખત સ્ક્રીન શેર કરતાં દેખાશે. ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને ધર્મેન્દ્ર પણ મહત્વના રોલમાં છે. આશરે એક અઠવાડિયા પહેલા ટીમે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ સિવાય રણવીર પાસે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’ પણ છે, જેની લીડ એક્ટ્રેસ પૂજા હેગડે અને જેક્લીન ફનાર્ન્ડિઝ છે. સિમ્બા અને સૂર્યવંશી બાદ રણવીર અને રોહિત ત્રીજીવાર સાથે કામ કરી રહ્યા છે.
છેલ્લે એક્ટર ‘જયેશભાઈ જાેરદાર’માં ગુજરાતી યુવકના રોલમાં જાેવા મળ્યો હતો. જેમાં તેની સાથે ‘અર્જુન રેડ્ડી’ ફેમ શાલિની પાંડે, રત્ના પાઠક અને બોમન ઈરાની જેવા કલાકારો હતા. ફિલ્મ બોક્સઓફિસ પર કંઈ ખાસ ઉકાળી શકી નહોતી.SS1MS