પતિ સહિત પરિવારના છ સભ્યોએ પરિણીતાને મોતને ઘાટ ઉતારી દીધી
ખેડા, ખેડા તાલુકાના ઉમિયાપુરા ગામની સીમમાં ગંગાકુઈ જવાના રોડની બાજુમાં આવેલ કેનાલના પાળા બાજુના રોડ પર સોમવાર રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં એક યુવતીનો હત્યા કરાયેલી હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો.
જે બાદમાં ખેડા શહેર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજાે મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. યુવતીના માથાના ભાગે કોઈ હથિયાર વડે હુમલો કરી મોત નિપજાવ્યુ હોવાનું જાણવા મળતા પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે તપાસ કરતા આ યુવતી પરિણીત ?હોવાનું અને જમણા હાથે અંગ્રેજીમાં RLPP લખેલું હતુ અને તેના ઉપરના ભાગે ચાર સ્ટાર દોરેલા હોવાનું જાણવા મળ્યું હતું. ખેડા શહેર પોલીસે આ મામલે અજાણ્યા ઇસમો વિરુદ્ધ હત્યા તેમજ પુરાવાના નાશનો ગુનો નોંધી મહિલા પીએસઆઇ રીના ચૌધરી અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ જાહેર થઈ તહી. મૃતક મહિલા ખેડા કેમ્પમાં રહેતા રાજુ રમેશ દેવીપૂજકની પત્ની રાધા ઉર્ફે લખી હોવાનું જાણવા મળ્યું હતું.
ખેડા ટાઉન પોલીસની તપાસમાં મૃતક રાધાબેન ઉર્ફે લખીબેનના પતિ રાજુ દેવીપૂજકને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હતા જેને લઇ પતિ પત્ની વચ્ચે રોજબરોજ ઘર કંકાસ થતો હતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં રાજુ દેવીપુજકે જણાવ્યું કે, ઘર કંકાસને લઈ પરમ દિવસના રોજ પત્ની રાધા સાથે ઝઘડો થયો હતો.
આ સમયે તેણે તેમજ નજીકમાં રહેતા પોતાના સગા નાનાભાઈ મહેશ, શૈલેષ તેની પત્ની કાજલ મહેશ દેવીપુજક, તેમજ તેની પ્રેમિકા પૂનમ ઉર્ફે જબુડી, બનેવી દિનેશ ચંદુ દેવીપૂજક ભેગા મળી રાધા ઉર્ફે લખીની હત્યા કરી નાખી હતી. તમામ રાધાને એક ઘરમાં બંધ કરીને લોખંડની કોશ તેમજ ધારિયાના બે રહેમી પૂર્વક ઘા મારીને ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી.
ત્યાર પછી રાજુએ પોતાના ખેડાના રતનપુર ગામે રહેતા પોતાના મિત્ર ગોગા દેવીપૂજકને પત્ની મૃત્યુ પામી હોવાનું જણાવ્યું હતું, જેથી તેનો મિત્ર ટેમ્પો લઈને રાજુ દેવીપૂજકના ઘરે આવી પહોંચ્યો હતો. બાદમાં રાજુ અને મિત્ર ગોગા દેવીપુજકે રાધાના મૃતદેહ પુરાવાનો નાશ કરવાના ઇરાદે ટેમ્પામાં મૂકી નજીકના ઉમિયાપુરા ગામની સીમમાં આવેલી કેનાલના પાળા પાસેના રોડ પર ફેંકી દીધો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મામલે ઉપરોક્ત ૬ વ્યક્તિઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS