પશ્ચિમી દેશના દબાણ છતાં ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ જ રાખી છે
નવીદિલ્હી, એશિયામાં નિકાસ કરાતા રશિયાનું મુખ્ય કાચુ તેલ ESPO બ્લેન્ડની કિંમતમાં ફરીથી ઉછાળો જાેવા મળ્યો છે. ટ્રેડર્સનું કહેવું છે કે, ભારત અને ચીન જેવા રશિયાના તેલના મુખ્ય ખરીદદારો તરફથી માંગ વધવાથી ભાવમાં ઉછાળો આવ્યો છે.
આ પહેલા ESPO બ્લેન્ડ તેલની કિંમત પોતાના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગઇ હતી. પશ્ચિમી દેશના દબાણ છતાં ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ જ રાખી છે.
રશિયાના લોડિંગ પોર્ટ કોઝમિનોથી નિકાસ કરવામાં આવતા કાચા તેલની કિંમતમાં ઘટાડો જાેવા મળ્યો હતો પણ, મે મહિનામાં તેલ પર ૨૦ ડૉલર પ્રતિ બેરલથી વધુના રેકોર્ડની છૂટ આપવામાં આવી. યુક્રેન પર હુમલાના કારણે પશ્ચિમી દેશોએ રશિયા પર કેટલાક પ્રકારના આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. જાેકે, યુરોપિયન યુનિયને પાછલા મહિને રશિયા પર પ્રભાવિત પ્રતિબંધોમાં ફેરફાર કર્યો છે.
રશિયાની સરકારી તેલ કંપનીઓ સોરનેફ્ટ અને ગેઝપ્રોમનેફ્ટથી તેલની ખેપોની ભોગવણી પર લાગેલા પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી છે.
સૂત્રો અનુસાર, સપ્ટેમ્બરના અંતથી ઓક્ટોબરની શરૂઆત વચ્ચે લોડ કરવામાં આવેલી તેલની બે ખેપોને મિડલ ઇસ્ટ બેન્ચમાર્ક દુબઇ પર સમાન કિંમત પર વેચવામાં આવ્યું. ભારત અને ચીનની સ્વતંત્ર તેલ રિફાઇનરીને આ ખેપોની કિંમત મિડલ ઇસ્ટથી મળતા તેલની સરખામણીમાં વધારે સસ્તી લાગી.
જ્યારે બંને તેલોની ગુણવત્તા એક જેવી જ હતી. તેના વિપરિત સપ્ટેમ્બરમાં થનારી લોડિંગ માટે અબૂ ધાબીનું મુરબાન ક્રૂડ ૧૨-૧૩ ડૉલર પ્રતિ બેરલની કિંમત પર વેચવામાં આવ્યું છે.
સૂત્રોએ મુદ્દાની સંવેદનશીલતાને જાેતા ઓળખ ઉજાગર ન કરવાની શરત પર કહ્યું કે, એશિયાની તેલ રિફાઇનરીઝ વચ્ચે રશિયાનું તેલ ખૂબ જ લોકપ્રિય છે.
ભલે, રશિયાના તેલની કિંમતો પહેલાથી વધારે છે, પણ તેલની સસ્તી સપ્લાઇએ એશિયાની રિફાઇનરીઝના પ્રોફિટ માર્જિનને વધારવામાં મદદ કરી છે. આ વર્ષના અંત સુધી રશિયા પર યુરોપના પ્રતિબંધ વધુ કડક બની શકે છે, જેનાથી તેલની કિંમતો પર દબાણ બની રહેશે.
સામાન્ય રીતે યુરોપમાં નિકાસ થનારા રશિયન યુરાલ્સ તેલની કિંમતોમાં પણ ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. જુલાઇ મહિનામાં ચીનને પાછળ છોડીને ભારત, રશિયાના તેલનું સૌથી મોટું ખરીદદાર બની ગયું છે. બજારના આંકડા ઉપલબ્ધ કરાવનારી કંપનીના આંકડા અનુસાર, વિશ્વમાં કાચા તેલના ત્રીજા સૌથી મોટા આયાત કરતા દેશ ભારતે ૨.૯૫ કરોડ બેરલ તેલ ખરીદ્યું છે.
તેમાંથી ESPO ક્રૂડ ૩૪ લાખ બેરલ હતું. સૂત્રો અનુસાર, ભારત ઓક્ટોબરમાં પણ ESPO બ્લેન્ડ તેલ ખરીદવાનું ચાલુ રાખશે. વિશ્વના શીર્ષ કાચા તેલના આયાતક ચીને જુલાઇમાં ૧.૮૧ લાખ બેરલ ESPO ક્રૂડની આયાત કરી હતી. જે જૂનની સરખામણીમાં ૨૭ ટકા ઓછું છે.HS1MS