ચીન આક્રમણ કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી રહયું છે: તાઇવાન
નવીદિલ્હી, યૂરોપ પછી પૂર્વ એશિયામાં આવેલું તાઇવાન બીજુ યુક્રેન બને તેવી શકયતા ઉભી થઇ છે. રશિયાએ જેમ યુક્રેનને પડાવવા ઇચ્છે છે તેમ ચીનને તાઇવાન પોતાનામાં ભેળવી દેવું છે. યુક્રેનનો જેમ રશિયા સાથે ઇતિહાસ છે તેવી જ રીતે તાઇવાનનો પણ ચીન સાથેનો ઇતિહાસ છે.
છેલ્લા ૭૦ વર્ષથી તાઇવાન ચીનથી અલગ અસ્તિત્વ રાખીને ટકી ગયું છે પરંતુ ચીનનો ડોળો હજુ પણ આર્થિક દ્વષ્ટીએ સમ્પન બનેલા તાઇવાન પર મંડાયેલો છે. છેલ્લા કેટલાક સમયથી બદલાયેલા સમય સંજાેગોમાં ચીન તાઇવાનને ધમકી આપી રહયું છે એટલું જ નહી યુધ્ધાભ્યાસ શરુ કર્યો છે. મિસાઇલ પ્રક્ષેપણ, અપપચ્રારથી માંડીને તમામ હથકંડા અપનાવવા લાગ્યું છે.
તાઇવાને આરોપ મુકયો હતો કે ચીને આક્રમણની તૈયારીના ભાગરુપે સેના અધિકારીઓને વોરબૂક જાેઇ લેવાની પણ સૂચના આપી છે. આમ કરીને તે તાઇવાનનું મનોબળ તોડવા ઇચ્છે છે. તાઇવાનના વિદેશમંત્રી જાેસેફ વૂ એ દાવો કર્યો હતો કે સ્વશાસિત દ્વીપ પર આક્રમણ કરવાના હેતુંથી જ ચીન સૈન્યાભ્યાસ કરી રહયું છે. તાઇવાનને પણ જવાબમાં લાઇવ ફાયર અભ્યાસ શરુ કર્યો છે.
અમેરિકાના હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ તાઇવાનની મુલાકાત લીધી એ પછી તાઇવાન અને ચીન વચ્ચેના સંબંધો બગડી ગયા છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીન, તાઇવાન પર સીધુ આક્રમણ કરવા કરતા દુનિયાથી કટ ઓફ કરવા ઇચ્છે છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ૪ ઓગસ્ટથી જે યુધ્ધાભ્યાસ શરુ કર્યો છે તેમાં તાઇવાન આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે.HS1MS