Western Times News

Gujarati News

સરકારી શિક્ષક ડ્રગ્સની હેરાફેરી કરતો હતો, ૪ પકડાયા,એક કરોડની કિંમતનો જથ્થો જપ્ત

patrika.com

બાડમેર, ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા બાડમેર જિલ્લામાં પોલીસને ફરી એકવાર ગેરકાયદે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપવામાં સફળતા મળી છે. આ મોટી કાર્યવાહી હાથ ધરતા પોલીસે સસ્પેન્ડ કરાયેલા સરકારી શિક્ષક સહિત ૪ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક કરોડની કિંમતના મોર્ફિન અને ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા છે.

પોલીસ તેમની પૂછપરછમાં વ્યસ્ત છે. આરોપીઓ સામે ભૂતકાળમાં પણ ગેરકાયદેસર ડ્રગ્સની દાણચોરીના કેસ નોંધાયેલા છે. પોલીસે આ કાર્યવાહી પાકિસ્તાનની સરહદે આવેલા બાડમેર જિલ્લાની હદમાં આવેલા ચૌહટન પોલીસ સ્ટેશન વિસ્તારના ઘનાઉ સરહદે કરી છે.

મળતી માહિતી મુજબ, ચૌહટન પોલીસને બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે ઘનાઉ-ધોરીમાણા ફાંટા પાસે કેટલાક લોકો મોર્ફિનનો જથ્થો સપ્લાય કરવા માટે આવી રહ્યા છે.

આના પર પોલીસે નાકાબંધી કરીને સુરેશ વિશ્નોઈ રહેવાસી જુની નગર, ઓમપ્રકાશ ઉર્ફે બજરંગ વિશ્નોઈ રહેવાસી લુણવા ચારણાન, મૂળરામ વિશ્નોઈ રહેવાસી રાવલી નાડી અને સુરેશ રહેવાસી વોઢાકરડાની ધરપકડ કરી હતી. પોલીસે તેમના કબજામાંથી ૧ કિલો મોર્ફિન, એક પિસ્તોલ અને એક મેગેઝિન કબજે કર્યું છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કરડાના રહેવાસી સુરેશ કુમાર સરકારી શિક્ષક છે. તે ઇઈઈ્‌ ભરતી પરીક્ષામાં અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષા આપતા પકડાયો હતો. જે બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તે હજુ પણ સસ્પેન્શન હેઠળ છે.

તે તેના અન્ય ૩ સાગરિતો સાથે સરહદી વિસ્તારમાં ડ્રગ્સની દાણચોરી કરવા આવ્યો હતો. પરંતુ પોલીસે તેને પકડી લીધો હતો. જપ્ત કરાયેલા મોર્ફિનની કિંમત ૧ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. હાલ પોલીસ આ આરોપીઓની ઉંડાણપૂર્વક પૂછપરછમાં વ્યસ્ત છે.

ચૌહટનના નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર ડુકિયાએ જણાવ્યું હતું કે આ સમગ્ર કાર્યવાહીમાં ચૌહટન પોલીસ અધિકારી ભુતારામ અને જિલ્લા વિશેષ શાખાની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે. ચારેય આરોપીઓની મોર્ફિનની ખરીદી અને વેચાણ અંગે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

સાથે જ ગેરકાયદેસર હથિયારો અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઓમપ્રકાશ સામે ગેરકાયદેસર ડ્રગ્સની દાણચોરી અને લૂંટ અને મુલારામ સામે ગેરકાયદેસર ડ્રગ્સ સ્મગલિંગનો કેસ નોંધાયેલા છે. જ્યારે, સુરેશ કુમાર વિરુદ્ધ ઇઈઈ્‌ ભરતી પરીક્ષામાં નકલ કરવાનો કેસ નોંધયેલો છે. તેમાં તે હજુ પણ સસ્પેન્શન હેઠળ છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.