Western Times News

Gujarati News

૨૩ જિલ્લાના ૩૩૫૮ ગામોમાં લમ્પી વાયરસ ફેલાયોઃ ૨,૮૫૮ પશુઓનો મોત

અમદાવાદ, ગુજરાતમાં લમ્પી વાયરસ કહેર મચાવી રહ્યો છે ત્યારે પશુપાલન મંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ૨૨જિલ્લાઓમાં પશુઓમાં જાેવા મળેલ લમ્પી સ્કીન ડીસીઝના નિયંત્રણ માટે રાજ્ય સરકાર સતત ચિતિંત છે અને સમયસર પગલાંઓ લઈ રહી છે

ત્યારે પશુપાલકો એ સહેજપણ ગભરાવાની જરૂર નથી માત્ર સતર્ક રહી સહયોગ આપવાની જરૂર છે.રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા સુસજ્જ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લમ્પી વાયરસ માટેની ખાસ રસી કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી પુરષોત્તમ રૂપાલાએ લોન્ચ કરી છે જે રસીની ગુજરાતે માંગણી કરી છે.

કૃષિ અને પશુપાલન મંત્રી એ આજે પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ મિડીયાને વિગતો આપતા કહ્યુ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ લમ્પી રૌગ સંદર્ભે સતત મોનીટરીગ કરીને માર્ગદર્શન આપવામાં આવી રહયું છે.તેમની સૂચનાનુસાર રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર ખડેપગે તૈનાત છે એટલુંજ નહીં,

પશુઓને સારવાર સહિતની તમામ સુવિધાઓ સત્વરે પુરી પાડવા સંબંધિતોને સૂચનાઓ પણ આપી દેવાઈ છે.
રાજપમાં હાલની સ્થિતિએ કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ,

બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, વલસાડ વડોદરા, આણંદ અને ખેડા મળી કુલ ૨૩ જિલ્લાના ૩૩૫૮ ગામોમાં ગાય ભેસ વર્ગના કુલ ૭૬,૧૫૪ પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ જાેવા મળ્યો છે અને તે પૈકી ૭૬,૧૫૪ અસરગ્રસ્ત પશુઓમાંથી ૫૪,૦૨૫ પશુઓ સાજા થયા છે અને અન્ય ૧૯,૨૭૧ પશુઓની ફોલોઅપ સારવાર હેઠળ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.