જમીનમાં દાટી દીધેલી હાલતમાં મળેલી બાળકીએ 9 દિવસ બાદ આખરે અંતિમ શ્વાસ લીધા
હિંમતનગર, હિંમતનગરમાં માતા પિતાએ પોતાની નવજાત બાળકીને જીવતી ખેતરમાં અગમ્ય કારણોસર દાટી દીધી હતી. ખેતરના માલિકે બાળકીને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 9 દિવસ જીંદગી માટે લડતી નવજાત બાળકી આખરે અંતિમ શ્વાસ લઇ દુનિયાને અલવિદા કહ્યું.આજે રક્ષાબંધનના દિવસે જ બાળકીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોક પ્રસરી ગયો છે.
બાળકીની હિંમતનગર સિવિલના એનએસયુ વિભાગમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે તેનું વજન એક કિલો હતું અને અને સાત મહિનાની હતી.
સમય પહેલા જન્મ થયો હોવાથી અવયવોનો વિકાસ થયો ન હતો. અને બાળકીને કમળાની અસર થઇ હતી. સારવાર દરમિયાન છઠ્ઠા દિવસે બાળકીની તબિયતમાંસુધારો આવ્યો હતો પરંતુ ચેપ ખુબ વધી ગયું હોવાથી આજે સવારે બાળકીનું મોત નિપજ્યું હતું.
આ ઘટનાથી સમગ્ર ગુજરાત સ્તબ્ધ થઇ ગયું હતું. ગાંભોઇમાં આવેલ જીઈબી પાસેના એક ખેતરમાં જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સમગ્ર વિસ્તારમાં આશ્ચર્યની લાગણી પ્રસરી ગયેલ હતા. માસુમને સારવાર માટે જાણવા મળ્યું કે બાળકીને ઇન્ફેકશન વધી ગયું હતું. સોનોગ્રાફીમાં બાળકીને એક કીડની હોવાનો રિપોર્ટ આવ્યો હતો. અંદરના અવયવો પર પણ સોજો હતો.