પાંચ સપ્તાહ સુધી મહંત સ્વામી અક્ષરફાર્મ આણંદ ખાતે રોકાશે
૧૫ ઑગસ્ટના રોજ આણંદના આંગણે પરમ પુજ્ય મહંત સ્વામી મહારાજનુ આગમન
(પ્રતિનિધિ) આણંદ, બી. એ. પી. એસ.ના નાભિ સમાન આણંદના આંગણે સૌના પ્રાણ પ્યારા ગુરુહરિ પરમ પુજ્ય મહંત સ્વામી મહારાજનુ ૧૫ ઑગસ્ટના રોજ આગમન થનાર છે. સમગ્ર ચરોતર પ્રદેશના સંતો – હરિભક્તોની સેવા – સમર્પણ સહિતના ભક્તિભાવથી જેઓની પ્રસન્નતા અને કૃપા વરસી રહી છે,
એવા પરમ પુજ્ય મહંત સ્વામી મહારાજ અક્ષરફાર્મ ખાતે ૧૫ ઑગસ્ટ થી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન કુલ ૩૯ દિવસો અર્થાર્થ પાંચ સપ્તાહ સુધી પોતાના પ્રત્યક્ષ સાનિધ્યનો ચરોતર પ્રદેશના સમર્પિત હરિભક્તોને આણંદ ખાતે લાભ આપશે. આણંદના અક્ષરફાર્મ સ્વામીશ્રીના દર્શન અને સત્સંગના લાભ સાથે વિવિધ ઉત્સવો – કાર્યક્રમોનો લાભ
હરિભક્તો – ભાવિકોને પ્રાપ્ત થનાર છે. સમગ્ર ચરોતર પ્રદેશના હરિભક્તોને સ્વામીશ્રીના દર્શનનો સારી રીતે લાભ પ્રાપ્ત થાય તે માટે ગામ અને વિસ્તાર વાઇસ હરિભક્તોના ગ્ર્રુપ નિયત કરેલ તારીખ મુજબ અક્ષરફાર્મમા આવવાનું રહેશે.
તે મુજબ આયોજન કરવામા આવ્યું છે. કોઠારી પૂજ્ય ભગવદચરણદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ સંતો – કાર્યકરો કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે.