શિલ્પા શેટ્ટીને ૬ અઠવાડિયા સુધી કરવો પડશે આરામ
મુંબઈ, બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને એક્શન સીનનું શૂટિંગ કરવું ભારે પડી ગયું છે. આ વાતનો સ્વીકાર શિલ્પા શેટ્ટીએ પોતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કર્યો છે. એક્શન સીનના શૂટિંગ દરમિયાન શિલ્પા શેટ્ટીનો પગ તૂટી ગયો છે. તેના ડાબા પગનું હાડકું તૂટી ગયું છે.
જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેના પગ પર પાટો બાંધવામાં આવ્યો છે. હોસ્પિટલમાં વ્હીલચેર પર બેસેલો ફોટો શિલ્પા શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને પોતાના ફેન્સને દુઆઓમાં યાદ રાખવા માટે પણ કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો થોડા દિવસ પહેલાં જ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તે રોહિત શેટ્ટીની અપકમિંગ વેબ સિરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ માટે એક્શન સીન શૂટ કરી રહી હતી. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામમાં જે ફોટો શેર કર્યો છે, તેમાં તે વ્હીલચેર પર બેસેલી જાેવા મળે છે.
View this post on Instagram
અને મોઢા પર વિક્ટરી સાઈન સાથે હસી રહી છે. આ ઉપરાંત તેના પગમાં પાટો પણ જાેવા મળી રહ્યો છે. અને પાટાવાળો પગ વ્હીલચેરમાં એકદમ સીધો રાખવામાં આવ્યો છે. શિલ્પા શેટ્ટીએ ફોટો શેર કરતાંની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, તેઓએ કહ્યું કે, રોલ કેમેરા એક્શન- પગ તોડો! અને મેં આ વાતને ગંભીરતાથી લઈ લીધી.
હવે છ અઠવાડિયા સુધી એક્શનથી આઉટ થઈ ગઈ છું. પણ હું એકદમ સ્ટ્રોંગ અને સારી થઈને પરત ફરીશ. ત્યાં સુધી દુઆઓમાં યાદ રાખજાે. પ્રાથના હંમેશા કામ કરે છે. આભાર શિલ્પા શેટ્ટી કુંદ્રા.
શિલ્પા શેટ્ટીએ ફોટો શેર કર્યાંના થોડા જ કલાકોમાં ૨ લાખથી પણ વધારે લોકો આ તસવીરને લાઈક કરી ચૂક્યા હતા, જ્યારે બે હજારથી પણ વધારે લોકોએ કોમેન્ટ કરી તે ઝડપથી સાજી થઈ જાય તે માટે પ્રાથના કરી હતી. આ કોમેન્ટમાં અનેક સેલિબ્રિટીસે પણ કોમેન્ટ કરતાં ગેટ વેલ સૂન લખ્યું હતું.
ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ કોમેન્ટ કરતાં લખ્યું કે, શિલ્પા ઝડપથી ઠીક થઈ જા. એક્ટર આર.માધવને પણ કોમેન્ટ કરતાં લખ્યું હતું કે, ઓયે જેમ્સ બોન્ડનેસ, મહેરબાની કરીને એકદમ શાંતિ રાખ, અને ઝડપથી સાજી થઈ જા. આશા રાખું કે, તે ખુબ ખરાબ ન હોય.
સોફી ચૌધરીએ પણ લખ્યુ કે, ગેટ વેલ સૂન સુપરવુમન શિલ્પા. જ્યારે રેપર બાદશાહે લખ્યું કે, અરે યાર. તો નાની બહેન શમિતા શેટ્ટીએ લખ્યું કે, મારી મુનકી ખુબ જ મજબૂત છે.SS1MS