Western Times News

Gujarati News

ટ્રાફિકનું ઉલ્લંઘન કરનારાઓને મહિલા પોલીસે બાંધી રાખડી

અમદાવાદ, ૧૧ ઓગસ્ટે અમદાવાદ સહિત દેશભરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ દિવસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા શહેરીજનો પાસેથી અમદાવાદ ટ્રાફિક પોલીસે દંડ લેવાના બદલે તેમની રાખડી બાંધી હતી અને હવેથી તેઓ ચુસ્ત રીતે તમામ નિયમોનું પાલન કરશે તેવું વચન લેવામાં આવ્યું હતું.

રક્ષાબંધન પર ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતી મહિલા ટ્રાફિક પોલીસે જે વાહનચાલકો હેલમેટ વગર વ્હીકલ ચલાવી રહ્યા હોય, સિગ્નલ તોડ્યું હોય અથવા લાયસન્સ જેવા જરૂરી ડોક્યુમેન્ટ ન હોય તેમને રોક્યા હતા અને એક બહેન તરીકે તેમને રાખડી બાંધીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની વિનંતી કરી હતી.

કેટલાક વાહનચાલકોએ રાખડી બાંધનારી પોલીસ બહેનને તેણે આપેલા વચનનું પાલન કરશે તેવી ખાતરી આપી હતી. અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમ ભંગ કરનારા પાસેથી મોટો દંડ વસૂલવાનું ઘણા સમય પહેલા જ નક્કી કર્યું હતું. કેટલાક પોલીસના હાથમાં ન આવે પરંતુ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ તેવા વાહનચાલકોને ઘરે મેમો મોકલવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Ahmedabad Police (@ahmedabadpolice)

અત્યારસુધીમાં માત્ર અમદાવાદીઓ પાસેથી પોલીસ કરોડો રૂપિયાનો દંડ વસૂલી ચૂકી છે. ઘણીવાર દંડ ન ભરવા માટે પોલીસ અને વાહનચાલક વચ્ચે માથાકૂટ થઈ હોવાના પણ ઘણા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આ વખતે ટ્રાફિક પોલીસે લોકોને સમજાવવા માટે નવી રીત શોધી હતી અને ગુનેગારોને રાખડી બાંધવાનું નક્કી કર્યું હતું.

મહિલા પોલીસે નિયમ તોડનારાને માત્ર રાખડી જ નહોતી બાંધી પરંતુ મીઠાઈ ખવડાવીને તેમનું મોં પણ મીઠું કરાવ્યું હતું. આ સાથે તેમને ‘હવેથી હેલ્મેટ પહેરજાે, નિયમ ન તોડતા, લાયસન્સ હંમેશા સાથે રાખજાે’ તેમ કહીને સમજાવ્યા પણ હતા.

ટ્રાફિકના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ રક્ષાબંધન પર એક દિવસ માટે નવી ઝુંબેશની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન જે વાહનચાલકોએ સીટ બેલ્ટ ન બાંધ્યો હોય, હેલ્મેટ ન પહેર્યું હોય, પાસે લાયસન્સ ન હોય, ટુ-વ્હીલર પર બેથી વધારે સવાર હોય તેમ ગમે તે રીતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય તેવા લોકોને તેમની તેમજ તેમના પરિવારની સુરક્ષા વિશેની સમજ આપી હતી અને રાખડી બાંધી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.