સી.આર.સન્સ પેટ્રોલ પંપમાં થયેલ ચોરીના આરોપીને ઝડપી પાડતી નડીયાદ પોલીસ
નડિયાદ શહેરમાં સી.આર.સન્સ પેટ્રોલ પંપમાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી નડીયાદ ટાઉન પોલીસ.
પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ સાહેબ નાઓએ નડિયાદ શહેરમાં બનતા મિલ્કત સબંધી ગુના અટકાવવા તેમજ તાજેતરમાં સી.આર.સન્સ પેટ્રોલ પંપમાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીને શોધી કાઢવા સારુ કરેલ સુચના હેઠળ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ચૈાહાણ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સબ.ઇન્સ વી.એ.શાહ તથા સ્ટાફના માણસોએ સદર ગુનાના સી.સી.ટી.વી ફુટેજ મેળવી ફુટેજમાં દેખાતા ઇસમને અંગત બાતમીદારોને બતાવી આરોપી તથા ચોર મુદ્દામાલને શોધવા પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન હેઙકો પ્રવિણસિંહ તથા અજીતસિંહ નાઓને તેઓના સંયુકત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે સી.આર.સન્સ પેટ્રોલપંપ માંથી રોકડ રૂપિયાની ચોરી કરનાર રોહિતભાઇ જશુભાઇ તળપદા રહે . નડિયાદ મીલ રોડ માહિતી ભવન સામે ખાડ વાધરીવાસમાં તા.નડિયાદ જી.ખેડા . નાઓ મીલ રોડ માહિતી ભવન પાસે આવનાર છે.
અને તેણે શરીરે સફેદ વાદળી કલરની આખી બાયની ટી શર્ટ તથા વાદળી કલરનું જીન્સ પહેરેલ છે . જે બાતમી આધારે સદર ઇસમને માહિતી ભવન પાસેથી પકડી ઉપરોકત ગુના સબંધે યુકતિપ્રયુકતિથી પુછપરછ કરતા આજથી ૩ દિવસ પહેલા સી.આર.સન્સ પેટ્રોલપંપની કેસ કાઉન્ટર ઓફીસની બારીનો કાચ તોડી બારીમાંથી ઓફિસમાં પ્રવેશ કરી ટેબલના ખાનાનું લોક તોડી ખાનામાં મુકેલ રોકડ રૂ . ૧,૯૪,૦૦૦ ની ચોરી કરેલાની કબુલાત કરતો હોય.
જેથી સદર આરોપી પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ રોકડ રૂ . ૧,૬૫,૦૦૦ / – નો ચોર મુદ્દામાલ રીકવર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.