Western Times News

Gujarati News

હાલોલમાં આવેલ કલરવ શાળા દ્વારા ૨૦૦ ફુટ લાંબા તિરંગાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

હાલોલ,એકતા, અખંડિતતા અને ભાવત્મકતા નું પ્રતિક એટલે ભારત દેશ. અને તેનો ઘર ઘર લહેરાતો તિરંગો.” આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે ભારતમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી ના ભાગરૂપે સમગ્ર ભારત દેશના તિરંગા યાત્રાનું આયોજન થઈ ચૂક્યું છે તે  વખતે હાલોલ ની પ્રતિષ્ઠિત કલરવ શાળાના આચાર્યા અને ગુજરાત રિસર્ચ એન્ડ પોલિસીના પ્રદેશ સભ્ય તેમજ પંચમહાલ જિલ્લા શિક્ષણ સેલના કન્વીનર શ્રીમતી ડૉ. કલ્પનાબેન જોષીપુરા અને શાળાના ટ્રસ્ટી હાર્દિક જોશીપુરાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આજે શુક્રવારના રોજ એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેનું પ્રસ્થાન હાલોલના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર અને શાળાના પૂર્વ વિદ્યાર્થી મયુર ધ્વજસિંહજી પરમાર તથા હાલોલ નગર અને તાલુકાના ભાજપના સર્વે હોદેદારો       ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ.આ યાત્રામાં 200 ફૂટ લાંબો અને પ ફૂટ પહોળો રાષ્ટ્ર ધ્વજ લહેરાવી વિદ્યાર્થીઓએ યાત્રામાં ભવ્ય પ્રદર્શન કરેલ અને રાષ્ટ્રભક્તિના ગીતો,સૂત્રો દ્વારા ગગન વેદી નારા લગાવી લોક જાગૃત નું અભિયાન કરેલ.

આ યાત્રામાં અબાલવૃદ્ધ સાથે મળીને 1000 વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાઇને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરેલ આ યાત્રામાં વરસાદી માહોલ હોવા છતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો રાષ્ટ્ર વ્યાપી જુસ્સો અને દેશ પ્રેમ ની ભાવના અનેરી રહી હતી.આ યાત્રામાં આઝાદીની લડત ચલાવનાર વીરોના વીરગાથાની યાદ તાજી થાય તે માટે 75 વીર  પાત્રો બનાવીને આઝાદીની લડત ચલાવનાર વીરો ને યાદ કર્યા.

આ વીર પાત્રોમાં મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, લાલા લજપતરાય, મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ, સ્વામી વિવેકાનંદ, ઝાંસી કી રાની, લક્ષ્મીબાઈ, વિજયા લક્ષ્મી પંડિત અને મેડમ ભિખાઈજી કામા વગેરે વિદ્યાર્થી પાત્રો બનાવીને શોભાયાત્રા ની શોભામાં વધારો કર્યો હતો.આમ એક નવું વિચાર રાષ્ટ્રને એક કરવા જન- જનને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરિત કરે છે આમ જય હિન્દ, વંદે માતરમ અને ભારત માતાકી જયના ગગનભેદી નારા સાથે તિરંગા યાત્રાનો સમાપન કરવામાં આવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.