અમદાવાદના તન્મય અગ્રવાલનું કચોરી વેચવાથી એન્જિનિયર બનવાનું સપનું સાકાર થયું
કચોરી વેચવાથી એન્જિનિયર બનવાના સપનાને સાકાર કરવા, બાયજુઝ એજ્યુકેશન ફોર ઓલ અમદાવાદના યુવાન તન્મય અગ્રવાલનાં સપનાંને પાંખ આપે છે
અમદાવાદ, અમદાવાદના તન્મય અગ્રવાલનું જીવન સંઘર્ષથી ઓછું બિલકુલ નહોતું. પારિવારિક વિખવાદ અને હાથોમાં થોડી રકમ સાથે તન્મય અને તેના વાલીઓ ભાડાના ફ્લેટમાં રહેવા માટી ગયા અને સ્થાનિક રેલવે સ્ટેશન પર કચોરી અને સમોસા વેચીને બે છેડા ભેગા કરવા માટે સખત મહેનત કરતા હતા.
પરિવારની આવક બે ટંક ભોજન મળી રહે તેટલી પૂરતી હતી, પરંતુ તન્મયના શિક્ષણને ટેકો આપવા માટે પૂરતી નહોતી. પિતાના સંઘર્ષના દર્દ અને એન્જિનિયરિંગમાં કારકિર્દી ઘડવાના જોશ એમ બે મન વચ્ચે તન્મયે શાળા પછી પિતાને તેમના વેપારમાં મદદ કરવાનું નક્કી કર્યું.
પરિવારની કઠિણાઈઓ અને તન્મયની અભ્યાસ પ્રત્યે સમર્પિતતાથી પ્રભાવિત બાયજુઝ એજ્યુકેશન ફોર ઓલ પહેલ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો અને બાયજુઝ લર્નિંગ એપ પર કન્ટેન્ટને મફત પહોંચ આપીને તેને એન્જિનિયર બનવાનાં સપનાં સાકાર કરવા માટે મદદરૂપ થઈ રહી છે.
નબળી આર્થિક સ્થિતિને લઈને શાળા અધવચ્ચે છોડવાનો એક સમયે વારો આવ્યો હતો ત્યારે તન્મયઆજે નિયમિત રીતે એપ પર ગણિત અને વિજ્ઞાન શીખે છે અને તેના લીઝર સમયમાં એન્જિનિયરિંગના વિડિયો પણ જુએ છે. બાયજુઝના કસ્ટમાઈઝ્ડ, ઉચ્ચ ગુણવત્તાના ડિજિટલ લર્નિંગ વિડિયો સાથે તન્મય બધા વિષયોમાં તેની કન્સેપ્ટ ક્લિયર કરવા કટિબદ્ધ છે અને એક દિવસ એન્જિનિયર બનવાના લક્ષ્ય પ્રત્યે કામ કરી રહ્યો છે.
આ બાબતે આનંદિત તન્મય કહે છે, “મને અભ્યાસ કરવાનું ગમે છે. ગણિત અને વિજ્ઞાન મારા મનગમતા વિષય છે અને હું મોટો થવા પર એન્જિનિયર બનવા માગું છું. મારા પિતા મારી સૌથી મોટી પ્રેરણા છે અને હું તેમને સારું જીવન આપવા માગું છું, જેથી તેમને ફરી કચોરીઓ વેચવાનો વારો નહીં આવે.
હું મારાં સપનાંને પાંખો આપવા માટે બાયજુઝનો આભારી છું. બાયજુઝની પર્સનલાઈઝ્ડ લર્નિંગ કન્ટેન્ટની મદદથી હું 10માની બોર્ડની પરીક્ષામાં ટોચના ગુણ પ્રાપ્ત કરીશ અને આખરે કચોરીવાલા એન્જિનિયર બની ગયો એવી ઓળખ સ્થાપિત કરવા કટિબદ્ધ છું. ‘
2020માં રજૂ કરવામાં આવેલી બાયજુઝની ફ્લેગશિપ સામાજિક પ્રભાવ પહેલ એજ્યુકેશન ફોર ઓલનું લક્ષ્ય શૈક્ષણિક પ્રણાલીમાં હકારાત્મક પદ્ધતિસર પરિવર્તન લાવવાનું છે. 2025 સુધી 1 કરોડ ગરીબ બાળકોને સશક્ત બનાવવાના ધ્યેય સાથે આ પહેલે 26થી વધુ રાજ્યો અને 340થી વધુ જિલ્લાઓમાં 140થી વધુ એનજીઓ થકી દેશના અંતરિયાળ ભાગોમાં 30.4 લાખ બાળકો પર પ્રભાવ પાડ્યો છે. છોકરીઓને પણ ભણવાની સમાનતક આપવાની સમર્પિતતા સાથે બાયજુઝ એજ્યુકેશન ફોર ઓલ કાર્યક્રમની લગભગ 50 ટકા લાભાર્થીઓ છોકરીઓ છે.