કોરોના અને સ્વાઈન ફ્લૂ સાથે દૂષિત પાણીને કારણે ઝાડા-ઉલટી અને તાવના કેસો પણ વધ્યા
વડોદરામાં રોગચાળો વકર્યો
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા રોગચાળાના આંકડામાં માત્ર ૩૦૦ અને ઝાડા ઉલટીના ૬૬ દર્દી બતાવ્યા છે
વડોદરા , વડોદરા શહેરમાં સ્વાઇન ફલૂ અને કોવિડના કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ નો ધીરે ધીરે વધારો જાેવા મળી રહ્યો છે, શહેર ની સયાજી હોસ્પિટલ, નરહરિ હોસ્પિટલ અને જમનાબાઈ ત્રણે સરકારી હોસ્પિટલ દર્દીઓ વધી રહ્યા છે, સરકારી ચોપડે અલગ આંકડા જાેવા મળી રહ્યા છે, કેમકે ખાનગી હોસ્પિટલ ના આંકડા જાહેર કરવામાં આવી રહ્યા નથી.
વરસાદ બાદ ઓપીડી શરદી-ખાંસી, તાવ, ઝાડા-ઉલટીના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે બીજી તરફ ૩૨ અર્બન હેલ્થ સેન્ટરમાં રોજની ૮૦ થી વધુ જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા રોગચાળાના આંકડામાં માત્ર ૩૦૦ અને ઝાડા ઉલટીના ૬૬ દર્દી બતાવ્યા છે.પરંતુ હકીકત એ છે કે શહેરની સયાજી હોસ્પિટલની ઓપીડીમાં રોજ ૨૦૦૦ જેટલા દર્દીઓ આવી રહ્યા છે.
એસ.એસ.જી હોસ્પિટલ ના સુપરિટેનડેન્ટ ડો.રંજન ઐયર કઈ અલગ જ ચિત્ર બતાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે વરસાદને પગલે દર્દીઓ વધ્યાં છે જેમાં ખુલ્લો ખોરાક ખાવાથી અથવા દૂષિત પાણીને પગલે ઝાડા- ઉલટી, તાવના દર્દીઓ જાેવા મળ્યા છે. હાલ સરકારી હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને દૈનિક ૮૦૦ જેટલા જ દર્દીઓ ઓપીડીમાં દવા લેવા આવી રહ્યા છે.
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (૧૨ ઓગસ્ટ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ સંક્રમિતના ૧૬,૫૬૧ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૦૫૩ લોકો આ રોગમાંથી સ્વસ્થ થયા છે અને ૧,૨૩,૫૩૫ સક્રિય કેસ નોંધાયા છે.તે જ સમયે, ગઈકાલની તુલનામાં આજે પોઝિટિવ આવેલા લોકોની સંખ્યામાં લગભગ ૨૦૦ દર્દીઓનો વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર, ગઈકાલે (૧૧ ઓગસ્ટ) દેશમાં ૧૬,૨૯૯ નવા કેસ નોંધાયા હતા. તે પહેલા ૯ ઓગસ્ટે દેશમાં સંક્રમિત લોકોના ૧૨,૭૫૧ કેસ હતા. ૮ ઓગસ્ટના રોજ ૧૬૧૬૭ નવા કેસ, ૭ ઓગસ્ટના રોજ ૧૮,૭૩૮ નવા કેસ, ૬ ઓગસ્ટના રોજ ૧૯,૪૦૬ નવા કેસ, ૪ ઓગસ્ટના રોજ ૧૯,૮૯૩ નવા કેસ અને ૩ ઓગસ્ટના રોજ ૧૭,૧૩૫ નવા કેસ નોંધાયા છે.