કેન્દ્રીય ગૃહમંત્રી મેડલથી સન્માનિત કરાયેલા પોલીસકર્મીઓમાં ૨૮ મહિલા પોલીસકર્મીનો સમાવેશ

કેન્દ્રીય ગૃહમંત્રી મેડલની જાહેરાત કરવામાં આવી
ગુજરાતના ૬ સહિત ૧૫૧ પોલીસકર્મીને ચંદ્રકની જાહેરાત
આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી મેડલથી સન્માનિત કરાયેલા પોલીસકર્મીઓમાં ૨૮ મહિલા પોલીસકર્મીનો સમાવેશ
ગાંધીનગર, સ્વર્ષ ૨૦૨૨માં તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૧૫૧ પોલીસ કર્મીઓને કેન્દ્રિય ગૃહમંત્રી ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી ૬ પોલીસ અધિકારીઓને આ મેડલ મળશે. આ સિવાય ૧૫૧ પોલીસકર્મી માટે મેડલની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે તેમના નામની જાહેરાત કરી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, દર વર્ષની જેમ આ વર્ષે તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશના પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના ૬ સહિત ૧૫૧ પોલીસકર્મીઓમાં પોલીસ અને તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલાને આ મેડલ એનાયત કરવામાં આવશે.
કેન્દ્રિય ગૃહમંત્રી પુરસ્કારો મેળવનાર પોલીસકર્મીઓમાં તપાસ એજન્સી સીબીઆઈના ૧૫, મહારાષ્ટ્ર પોલીસના ૧૧, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ પોલીસના ૧૦, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ પોલીસના ૮-૮નો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસના ૬ પોલીસકર્મીઓ, આ સિવાય તપાસ એજન્સી NIA અને NCB ૫-૫ અધિકારીઓ સામેલ છે.
બાકીના પોલીસકર્મીઓ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી મેડલથી સન્માનિત કરાયેલા પોલીસકર્મીઓમાં ૨૮ મહિલા પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.ગુજરાતના ૬ પોલીસ અધિકારીઓ નીચે મુજબ છે.
– અભય ચુડાસમા,IGP ગુજરાત
-ગીરીશકુમાર લક્ષ્મણભાઈ સિંઘલ, IGP ગુજરાત
-ઉષા બચુભાઈ રાડા, Dy CP ગુજરાત
– સાગર બાગમાર, Dy CP ગુજરાત
– રાજેન્દ્રસિંહ રણજીતસિંહ સરવૈયા, ACP ગુજરાત
– ભૂપેન્દ્ર નટવરલાલ દવે, ACP ગુજરાત