Western Times News

Gujarati News

સ્ટાફના ટેટૂ, પિઅર્સિંગ અને હેરસ્ટાઇલ માટે પૈસા ચૂકવે છે હોટલનો માલિક

નોકરી માગનારાઓની લાગી લાઈન!

આ હોટલમાં પહેલા વધુ લોકો નોકરી માટે સંપર્ક કરતા ન હતા, પરંતુ અત્યારે ત્યાં નોકરી શોધનારાઓની લાઈન લાગેલી છે

નવી દિલ્હી,કર્મચારીઓ વફાદાર રહે તે માટે કેટલીક કંપનીઓ કર્મચારીઓને અમુક ખાસ સુવિધાઓ આપે છે. આજકાલ મોટાભાગની કંપનીઓમાં સ્ટાફને મેડિકલ સુવિધા, પ્રવાસ, ગિફ્ટ વાઉચર્સ સહિતના પ્રોત્સાહન આપવામાં આવે છે. પરંતુ તમે ભાગ્યે જ કર્મચારીઓને હેરકટ્‌સ, ટેટૂ અથવા પિઅર્સિંગ વગેરે કરવાના પૈસા આપતા માલિક વિશે સાંભળ્યું હશે.

હાલમાં આવી એક હોટલ ચર્ચામાં છે, જે આ બધી વસ્તુઓ માટે પોતાના કર્મચારીઓને પૈસા ચૂકવે છે. આ હોટલમાં પહેલા વધુ લોકો નોકરી માટે સંપર્ક કરતા ન હતા, પરંતુ અત્યારે ત્યાં નોકરી શોધનારાઓની લાઈન લાગેલી છે. જર્મન હોટલ જૂથ રૂબી હોટેલ્સ તેના કર્મચારીઓને ટેટૂ, પિઅર્સિંગ અને ફંકી હેરકટ્‌સ કરવા માટે પૈસા આપે છે.

હવે અહીં દરરોજ કામ માંગવા લોકોની અનેક અરજીઓ આવે છે. રિપોર્ટ અનુસાર, જર્મન હોટલ ગ્રુપ રુબી હોટેલ્સ દ્વારા સ્ટાફને અલગ-અલગ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. હોટલ તરફથી દરેક કર્મચારીને ફ્ર૫૦૦ એટલે કે ૪૮ હજાર રૂપિયા આપવામાં આવ્યા છે. આ પૈસા તે નવા ટેટૂ, પિઅર્સિંગ અને હેરકટ કરાવવામાં ખર્ચ કરી શકશે. હોટલના વાઈસ પ્રેસિડેન્ટના કહેવા પ્રમાણે, તેઓ લોકોને તેમની પર્સનાલિટી પ્રમાણે જ રહેવા દેવા માંગે છે.

હોટેલનો આ નવો હાયરિંગ ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે અને આ ઑફર પછી ૨૫ ટકા વધુ નોકરીની અરજીઓ તેમની ઓફિસ સુધી પહોંચી રહી છે. કર્મચારીઓને તેમની સેલ્ફ ગ્રુમિંગ માટે પૈસા આપવાની વ્યવસ્થા હોટલ દ્વારા માત્ર ૬ મહિના માટે કરવામાં આવે છે. આ સુવિધા કંપનીમાં નવા જાેડાતાકર્મચારીઓને જ મળશે.

સોશિયલ મીડિયા પર લોકો હોટેલ ગ્રુપની આ પહેલની પ્રશંસા કરી રહ્યા છે. સામાન્ય રીતે ઘણી કંપનીઓ કર્મચારીઓ ટેટૂ કે પિઅર્સિંગ જેવી બાબતો માટે મનાઈ ફરમાવે છે અને આ પ્રકારનો લુક ધરાવતા લોકોને નોકરી પર રાખવામાં પણ આવતા નથી. પરંતુ લોકોની પસંદગીને માન આપવા બદલ રૂબી હોટેલ્સના વખાણ થઇ રહ્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.