ગુજરાતભરમાં ઠેર ઠેર તિરંગાયાત્રાનું આયોજન
અમદાવાદ, ગુજરાતમાં ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતમાં અનેક ધરો ઓફીસોમાં આજે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. રાજકોટના ઘંટેશ્વર એસડીઆરએફની ટિમ દ્રારા દિલધડક રીતે રાષ્ટ્રીધ્વજ લહેરવામાં આવ્યો.
આજી ડેમમાં ધુધવાતા અને કડકાળતા ઠંડા પાણીમાં જવાનો ઉતરી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો . જવાનો ૨૦ ફૂટ કરતા ઊંડા પાણીમાં ઉતરી દેશભક્તિના રંગ બતાવ્યા.જવાનો દ્રારા બોટમાં તિરંગા લહેરાવી અવનવા કરતબો બતાવ્યા હતા.
૭૫માં આઝાદી અમૃત મહોત્સવ હેઠળ સી.આર.પાટીલ અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપી હતી મોટેરા સ્થિત સ્વસ્તિક શિક્ષણ સંકુલના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ હાજર રહ્યાં હતાં અહીંથી . ૪૨૧ ફૂટ લંબાઈ અને ૬ ફૂટ પહોળા તિરંગા સાથે વિદ્યાર્થીઓ યાત્રા કાઢી હતી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
વલસાડ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ઉત્સાહનો માહોલ જાેવા મળ્યો હતો વાપીમાં નાણામંત્રીના હસ્તે જિલ્લાનો સૌથી ઉંચો તિરંગો ફરકાવવામાં આવ્યો હતો નાણામંત્રી કનુ દેસાઈ ૧૦૦ ફૂટ ઊંચા તિરંગો ફરકાવ્યો હતો વરસતા વરસાદમાં અસંખ્ય લોકો જાેડાયા હતા. વરસતા વરસાદમાં પોલીસ જવાનો અને લોકોમાં ઉત્સાહનો માહોલ જાેવા મળ્યો હતો.
વાપીની બજારમાં ભવ્ય રંગારંગ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મંત્રી વીનુ મોરડીયા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા સુરતના કતારગામ અનાથ આશ્રમથી નીકળી પાટીદાર સમાજ વાડી આર્મી ટેન્ક સુધી પહોંચી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતાં અને હીરા ફેક્ટરીના રત્નકલાકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.HS1MS