બ્રહ્મા કુમારીઝ દ્વારા ત્રિરંગા યાત્રાનું ગોધરામાં ભવ્ય આયોજન
બ્રહ્મા કુમારીઝ દ્વારા ગોધરા કેન્દ્ર પર આન, બાન, અને શાનથી રાષ્ટ્રડવજ લહેરાવવામાં આવ્યો. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના બ્રહ્મા કુમારીઝ કેન્દ્રોના સંચાલિકા બ્રહ્મા કુમારી સુરેખાદીદીએ દવજવંદન કર્યું હતું.
ત્યારબાદ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગોધરા નગરના પૂર્વ વિસ્તારમાં સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં બ્રહ્માકુમારીઝ પરિવારના ભાઇ – બહેનો પોતાના વાહનો પર રાષ્ટ્ર ધ્વજ અને પરમપિતા પરમાત્માના ધ્વજ લઈને વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
રેલી દરમિયાન દેશ ભકિતના સૂત્રોની સાથે સાથે ગીત-સંગીતથી ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રેલી માં અમૃત મહોત્સવનો સુંદર વાહન રથ પણ શોભયમાન હતો. આ ત્રિરંગા યાત્રાનું સમાપન બ્રહ્મા કુમારીઝ કેન્દ્ર પર થયું હતું.