ગુજરાતની કોલેજના વિદ્યાર્થીઓ છત્તિસગઢની એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યુટની મુલાકાતે
એક ભારત શ્રેષ્ઠ ભારતની યોજના હેઠળ શ્રી રામકૃષ્ણ સેવા મંડળ દ્વારા સંચાલિત આણંદ ફાર્મસી કોલેજ, આણંદ, ગુજરાત એન.એસ.એસ. યુનિટએ રુંગતા ઈન્સ્ટીટયુટ ઑફ એન્જિનિયરિંગ, રાયપુર, દુર્ગ, છત્તીસગઢ, સાથે મળીને ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ થી ૧૯ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન છત્તીસગઢ વિઝિટનું આયોજન કર્યું છે.
આ કાર્યક્રમ AICTE દ્વારા સમર્થિત છે. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાની ફાર્મસી, આર્ટસ, એમ સી એ, સાયન્સ કૉલેજના ૨૫ વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષા, ગાંધીનગરના ૨૫ વિદ્યાર્થીઓ એમ મળીને ગુજરાત રાજ્યના કુલ ૫૦ વિદ્યાર્થીઓને છત્તીસગઢ વિઝિટ કરવાની સુવર્ણ તક મળી છે.
આ પ્રવાસ દરમિયાન છાત્રો છત્તીસગઢની સંસ્કૃતિ, પહેરવેશ, રમત ગમત, ખોરાક, જોવાલાયક સ્થળોની મુલાકાત કરશે. તેમજ છત્તીસગઢના વિધાર્થીઓને પણ ગુજરાતની સંસ્કૃતિથી માહિતગાર કરાશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આણંદ ફાર્મસી કૉલેજના આચાર્યા ડૉ. તેજલબેન ગાંધીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.આ કાર્યક્રમનું સફળ સંચાલન એ.પી.સી. આણંદ ઇન્સ્ટિટ્યૂટ નોડલ ઑફિસર શ્રી સુભાષચંદ્ર કે. પટેલ અને શ્રી ભરતસિંહ વાઘેલા, સમગ્ર શિક્ષા ગાંધીનગર, દ્વારા કરવામાં આવેલ છે.