આણંદ જિલ્લાના ર૬ અમૃત સરોવરો ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો
આણંદ – દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે રાજયના તમામ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરના નવનિર્માણ / નવિનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પાટણ જિલ્લાના 20 અમૃત સરોવર સ્થળે યોજાયો ભવ્ય ધ્વજવંદન સમારોહ સમગ્ર દેશમાં આજે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વડાપ્રધાનના આહ્વાન બાદ પાટણ જિલ્લામાં 20 અમૃત સરોવર બનાવવામાં આવ્યા છે. જે અમૃતસર ઉપર આજે સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
તા. ૧પમી ઓગસ્ટના રોજ સમગ્ર દેશ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે. આ ઉજવણીના ભાગરૂપે આ સમયે આણંદ જિલ્લાના તાલુકાઓમાં નવીનીકરણ પામી રહેલ ૭૫ અમૃત સરોવર પૈકી તૈયાર થયેલા ૨૬ અમૃત સરોવર પર પૂરા આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
જિલ્લામાં આ ર૬ અમૃત સરોવરો પર જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ માટેની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી હોવાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જી. વી. દેસાઇએ જણાવ્યું છે.
આણંદ જિલ્લામાં આકાર પામી રહેલ ૭૫ અમૃત સરોવરો પૈકી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તૈયાર થયેલા આવા ૨૬ અમૃત સરોવરોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આજે તા. ૧પમીના રોજ જિલ્લાના જે ૨૬ અમૃત સરોવરોનું લોકાર્પણ કરવામાં આવનાર છે તેમાં આણંદ તાલુકાના સારસા, વાઘાસી અને નાવલી, આંકલાવ તાલુકાના બામણગામ, અસારમા, જોષીકુવા, મુજકુવા, ભેટાસી અને અંબાલી, બોરસદ તાલુકાના ભાદરણ, વ્હેરા, વિરસદ, બાદલપુર, સિસ્વા, ઝારોલા અને રાસ, ખંભાત તાલુકાના નેજા અને વાસણા, સોજિત્રા તાલુકાના બાલિન્ટા, ડભોઉ અને વિરોલ (સોજિત્રા), તારાપુર તાલુકાના બુધેજ, ઉમરેઠ તાલુકાના થામણા, લીંગડા અને વણસોલ તથા પેટલાદ તાલુકાના શાહપુર ગામના તળાવોનો સમાવેશ થાય છે.
જિલ્લાના જે ગામોમાં આ અમૃત સરોવર આકાર પામ્યા છે તે ગામોમાં આ તળાવો એક રમણિય સ્થળ બની રહે તે માટે મનરેગા યોજના હેઠળ આ તળાવોનું બ્યુટીફીકેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં બ્લોકપેવીંગ, રેલીંગ, તળાવમાં ઇનલેટ, રમત-ગમતના સાધનો, નાગરિકોને બેસવા માટે બાંકડાનો સમાવેશ થાય છે.
આણંદ જિલ્લો સરદાર પટેલની કર્મભૂમિ અને તપોભૂમિ રહી છે ત્યારે આજની યુવા પેઢીમાં સરદાર પટેલના એકતા-અખંડિતનો સંદેશાની સાથે સરદાર પટેલના ગુણોનું સિંચન થાય અને તેમાંથી સતત તેઓ પ્રેરણા લે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમૃત સરોવરના સ્થળે જનભાગીદારીથી સરદાર પટેલની પ્રતિમા અને સોલાર લાઇટ મૂકવાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. તેમાંથી ૧૦ જેટલા અમૃત સરોવરો પર જનભાગીદારીથી સોલાર લાઇટો લગાવી દેવામાં આવી છે.
આ તળાવો ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સભ્યશ્રીઓ, પદાધિકારીઓ, પંચાયતના સરપંચશ્રીઓ, દાતાશ્રીઓ,ગામના અગ્રણીઓ સહિત ગામ લોકોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.