અમરેલીમાં આજથી જન્માષ્ટમી મેળો ખુલ્લો મુકાશે
રાજય સરકાર દ્વારા આ વર્ષે લોકમેળાની મંજૂરી મળતા જ લોકોમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે. અમરેલીમાં પણ ફોરવર્ડ હાઈસ્કૂલના પટાંગણમાં નગરપાલિકા આયોજીત લોકમેળાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. લોકમેળાના સ્પોન્સર તરીકે શીતલ ફૂડ અને સહ સ્પોન્સર તરીકે બાલમુકુંદ જ્વેલર્સ પ્રા.લી. છે
ત્યારે આ મેળાની જારદાર રંગત જામી છે. આજરોજ તા.૧પને સાંજના પઃ૦૦ કલાકે મેળાના ઉદ્દઘાટનના અધ્યક્ષ તરીકે મહંત વલકુબાપુ તેમજ ઉદ્દઘાટક રાજયના મંત્રી આર.સી.મકવાણા રહેશે. આ મેળામાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ નારણભાઈ કાછડીયા, રેખાબેન મોવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, કલેકટર, જિલ્લા પોલીસ વડા, ડીડીઓ રહેશે.
જયારે અતિથિ વિશેષ તરીકે અશ્વિનભાઈ સાવલીયા, મુકેશભાઈ સંઘાણી, પી.પી.સોજીત્રા, મનિષ સંઘાણી, તુષાર જાષી, ભાવેશ સોઢા, દિનેશભાઈ ભુવા, રમેશભાઈ વિઠ્ઠલાણી, નિતિનભાઈ રાજપરા રહેશે. આ મેળાના ઉદ્દઘાટન પ્રસંગે હાજર રહેવા પાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી, રમાબેન મહેતા, સુરેશભાઈ શેખવા, ચીફ ઓફિસર એચ.કે.પટેલે નિમંત્રણ પાઠવ્યુ છે.