આજે ‘AAP’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે
‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી 16 ઓગસ્ટે ભુજ પધારશે: અરવિંદ કેજરીવાલજી ફરી એકવાર ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ ઘોષણા કરશે: મનોજ સોરઠિયા
અમદાવાદ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એ વિડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, અમને જણાવતા આનંદ થાય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવશે. તારીખ 16 ઓગસ્ટ, 2022ના રોજ ભુજ એરપોર્ટ ખાતે અરવિંદ કેજરીવાલજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
આમ આદમી પાર્ટી દ્વારા ભુજમાં એક પત્રકાર પરિષદ અને ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ ખાતે અરવિંદ કેજરીવાલજી પત્રકારો અને ટાઉન હોલ કાર્યક્રમ ને સંબોધીને ગુજરાતની જનતા સમક્ષ કેટલીક મહત્વની ઘોષણાઓ કરશે. અરવિંદ કેજરીવાલજીના આ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ આમ આદમી પાર્ટી ગુજરાતના મુખ્ય નેતાઓ સાથે મિટિંગ યોજી આવનારી ચૂંટણી માટે અત્યંત મહત્વપૂર્ણ ચર્ચાઓ કરશે.